Site icon

Stock market Update ડોનાલ્ડ ટ્રમ્પની જંગી જીતથી શેર બજાર ચમક્યું, સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે થયા બંધ; આ શેર બન્યા ટોપ ગેઇનર..

 Stock market Update : યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતના સમાચાર પર ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગના અંત સુધીમાં, સેન્સેક્સ 901 પોઈન્ટ (1.13%) વધીને 80,378.13 પર અને નિફ્ટી 50 270 પોઈન્ટ (1.12%) વધીને 24,484 પર બંધ રહ્યો હતો.

Stock market Update Sensex, Nifty 50 jump over 1% as Donald Trump takes a decisive lead in the US presidential election

Stock market Update Sensex, Nifty 50 jump over 1% as Donald Trump takes a decisive lead in the US presidential election

News Continuous Bureau | Mumbai

Stock market Update : ભારતીય શેરબજારમાં ઘણા દિવસો બાદ આજે તેજી જોવા મળી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પહેલા જ બજારમાં તેજીનો દોર જોવા મળ્યો હતો. બપોર સુધીમાં, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત થઈ ગઈ, ત્યારે BSE સેન્સેક્સમાં પણ તેજી જોવા મળી. આઈટી કંપનીઓના શેરમાં વધારો જબરદસ્ત હતો.

Join Our WhatsApp Community

શેરબજારમાં આજે તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સની શરૂઆત લગભગ 300 પોઈન્ટના વધારા સાથે થઈ હતી. NSE નિફ્ટી પણ 24,308.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સેન્સેક્સમાં ઉછાળો 1000 પોઈન્ટની ઉપર ગયો હતો. જોકે બાદમાં બજારમાં થોડી નરમાઈ નોંધાઈ હતી.

 Stock market Update : સેન્સેક્સ ફરી ઉંચો ઉછળ્યો

દિવસના કારોબાર દરમિયાન BSEનો 30-કંપનીનો સૂચકાંક સેન્સેક્સ 80,569.73 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો. જ્યારે બાદમાં બજાર બંધ થવાની નજીક 900 પોઈન્ટની આસપાસ રહ્યું હતું. BSE સેન્સેક્સ 80,378.13 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો, જે ટ્રમ્પની જીત બાદ 24,487 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બજાર બંધ થવાની નજીક, તેણે લગભગ 270 પોઈન્ટ્સનો વધારો નોંધાવ્યો અને 24,484.05 પોઈન્ટ પર બંધ થયો.

 Stock market Update : આઈટી કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ શેરબજારમાં આઈટી કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેર્સ ટોપ ગેનર હતા. તેની કિંમતમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. એ જ રીતે ઈન્ફોસિસના શેર પણ 4 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે HCL ટેક અને ટેક મહિન્દ્રા જેવા શેર્સ ટોપ-5 ગેનર સ્ટોક્સમાં સામેલ હતા. તેમાં પણ 3.5 થી 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : US Elections Results 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ સમર્થકો વચ્ચે પહોંચ્યા ટ્રમ્પ, કહ્યું – ‘આ ઐતિહાસિક જીત’, માન્યો આભાર…

 Stock market Update : માર્કેટ કેપ 453 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે

શેરબજારમાં ઉછાળાની અસર એ થઈ કે બુધવારે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 5.37 ટ્રિલિયન ડોલર (લગભગ રૂ. 453 લાખ કરોડ) થઈ ગઈ. બજારમાં રોકાણકારોએ એક દિવસમાં લગભગ રૂ. 8 લાખ કરોડનો નફો કર્યો (માર્કેટ મૂડીમાં રૂ. 7.91 લાખ કરોડનો વધારો). બજારમાં આજે 458 શેરોમાં અપર સર્કિટ લાગી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version