Site icon News Continuous Bureau | Mumbai

Stock Market updates : દિવાળી પૂર્વે શેરબજારમાં મંદી ને લાગી બ્રેક, સેન્સેક્સ 251 અંક ઉછળ્યો.. આ શેર કરાવી રહ્યા છે કમાણી..

Stock Market updates :સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. સેન્સેક્સ 251 અંક ઉછળ્યો અને નિફ્ટી પણ 7653 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 70 પોઈન્ટ વધીને 24251 પર છે. આજે રિલાયન્સે એક શેરનું બોનસ આપ્યું છે. હવે તેના શેરની કિંમત 1357.40 રૂપિયા થઈ ગઈ છે.

Stock Market updates Nifty, Sensex start fresh week with gains

Stock Market updates Nifty, Sensex start fresh week with gains

News Continuous Bureau | Mumbai

Stock Market updates :ભારતીય શેરબજાર આજે ફરી એકવાર ઉછાળા સાથે લીલા નિશાનમાં ખુલ્યું છે. આજે BSE સેન્સેક્સ 251.38 પોઈન્ટના વધારા સાથે 79,653.67 પોઈન્ટ પર ખુલ્યો તો બીજી તરફ નિફ્ટી 50 પણ 70.30 પોઈન્ટના વધારા સાથે 24,251.10 પોઈન્ટ પર ખુલ્યો. 

Join Our WhatsApp Channel

ભારતીય શેરબજાર છેલ્લા ઘણા દિવસોથી આ જ પેટર્ન પર ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સેશનમાં સ્થાનિક શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા બાદ ભારે નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ રહ્યું છે.

Stock Market updates : બીએસઈના 30માંથી 21 લાર્જ-કેપ શેરો ગ્રીન ઝોનમાં

આજે શેરબજારમાં તેજીના વલણ વચ્ચે બીએસઈના 30માંથી 21 લાર્જ-કેપ શેરો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા, જેમાં ઘણા દિવસોથી ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી ઝડપથી વધતા શેર વિશે વાત કરીએ તો, આ સેગમેન્ટમાં સામેલ ICICI બેંકનો શેર 2.72%ના મજબૂત વધારા સાથે રૂ. 1289.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય SBIનો શેર 2.04%ના ઉછાળા સાથે 796.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે NTPCનો શેર 1.55%ના વધારા સાથે 405 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Share Market Crash: ભારતીય શેરબજાર દિવાળી પહેલાં થયું કડકભૂસ,સેન્સેક્સ-નિફ્ટી જોરદાર કડાકા સાથે થયા બંધ; રોકાણકારોને આ શેરોએ રાતા પાણીએ રોવડાવ્યા.

Stock Market updates :મિડકેપ અને સ્મોલકેપમાં આ ગેઇનર્સ

મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ શેર્સની વાત કરીએ તો, સોમવારે મજબૂત ત્રિમાસિક પરિણામો છતાં યસ બેંકનો શેર 9.38%ના જંગી ઉછાળા સાથે રૂ. 21.22 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સિવાય બંધન બેંકનો શેર 7.66% વધીને રૂ. 181.20 પર ટ્રેડ કરી રહ્યો હતો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ 5.02% વધીને રૂ. 291.05 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નોંધનીય છે કે ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો અને એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

  (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Dalal Street Ends In Green બજારમાં ખરીદીનો ધમધમાટ સેન્સેક્સની મજબૂત ચાલ અને નિફ્ટી ૨૪,૭૦૦ પાર બંધ થતાં રોકાણકારોમાં ઉત્સાહ
Stock Market Updates શેરબજારમાં જોરદાર તેજીની આંધી, સેન્સેક્સનિફ્ટીમાં રોકેટ ગતિએ ઉછાળો ; રોકાણકારોમાં ઉત્સાહ
Govt stake in LIC માર્કેટ પ્રાઈસથી ૧૧ ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે LICના શેર જાણો આ સરકારી ઑફરની તમામ મહત્ત્વની વિગતો
Share Market Today મહિનાના અંતિમ દિવસે શેરબજારમાં બુલ રન, સેન્સેક્સ 78,000ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર તેજી..
Exit mobile version