Site icon News Continuous Bureau | Mumbai

Tata Group Shares Crash એક રાજીનામાથી હચમચી ગયું શેરબજાર, ટીસીએસ સહિત ટાટા ગ્રુપના શેર તૂટ્યા, રોકાણકારોમાં ચિંતા

Tata Group Shares Crash એન. ચંદ્રશેખરનના રાજીનામાના સમાચારથી સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટ તૂટ્યો, ટીસીએસમાં ૫% થી વધુનો વિરાટ ઘટાડો

Tata Group Shares Crash  એક રાજીનામાથી હચમચી ગયું શેરબજાર, ટીસીએસ સહિત ટાટા ગ્રુપના શેર તૂટ્યા, રોકાણકારોમાં ચિંતા

Tata Group Shares Crash એક રાજીનામાથી હચમચી ગયું શેરબજાર, ટીસીએસ સહિત ટાટા ગ્રુપના શેર તૂટ્યા, રોકાણકારોમાં ચિંતા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Tata Group Shares Crash ટાટા સન્સના (Tata Sons) ચેરમેન એન. ચંદ્રશેખરને અચાનક રાજીનામું આપતાં શેરબજારમાં (Stock Market) ભારે સસનાટી મચી ગઈ છે. આ સમાચાર સામે આવતાં જ ટાટા ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. ટીસીએસ (TCS), ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ જેવા દિગ્ગજ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) ૫૯૨ પોઈન્ટ સુધી નીચે ખાબક્યો હતો.

Tata Group Shares Crash – ટીસીએસ અને ટાટા મોટર્સ સહિતના શેરોમાં ભારે વેચવાલી

ટાટા સન્સના ચેરમેનના રાજીનામાની અસરથી ગ્રુપની સૌથી મોટી કમાણી કરતી કંપની ટીસીએસના (TCS) શેર ૫.૦૩ ટકા તૂટીને ₹૨૩૧૭.૫૫ ના સ્તરે પહોંચી ગયા હતા. આ ઉપરાંત ટાટા મોટર્સના શેરમાં ૩.૭૨ ટકા, ટાટા સ્ટીલમાં ૨.૨૬ ટકા અને ટાટા કન્ઝ્યુમરમાં ૩.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાતાં રોકાણકારો પોતાના શેર વેચીને નફો વસૂલ (Profit Booking) કરવા લાગ્યા હતા.

Tata Group Shares Crash – એન. ચંદ્રશેખરનનું નેતૃત્વ અને રાજીનામા પાછળનું ગણિત

વર્ષ ૨૦૧૭ થી ટાટા સન્સના ચેરમેન પદે કાર્યરત ૬૩ વર્ષીય એન. ચંદ્રશેખરને (N. Chandrasekaran) ટાટા ગ્રુપને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ સમૂહે એરલાઈન્સ, સેમિકન્ડક્ટર અને ડિજિટલ બિઝનેસ જેવા ક્ષેત્રોમાં મોટો વિસ્તાર કર્યો હતો. ૧૮ ઓગસ્ટના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પૂર્વે તેમણે પદ છોડવાની જાહેરાત કરતાં નેતૃત્વને લઈને રોકાણકારોમાં મોટો સંશય ઊભો થયો છે.

Tata Group Shares Crash – ટાટા ટ્રસ્ટ્સની ભૂમિકા અને આગામી ચેરમેનની પસંદગી

ટાટા સન્સમાં ૬૬ ટકા હિસ્સેદારી ધરાવતા ટાટા ટ્રસ્ટ્સ (Tata Trusts) અને ચેરમેન વચ્ચેના કથિત મતભેદોને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. રતન ટાટાના અવસાન બાદ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન બનેલા નોએલ ટાટા આગળ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. ચંદ્રશેખરને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી કાર્યકાળ પૂર્ણ કરવાની વાત કરી હોવા છતાં, કંપનીના આગામી નેતૃત્વ અને ભવિષ્યની રણનીતિને લઈને બજારમાં ભારે અસમંજસ સ્થિતિ બનેલી છે.

👉 આ સમાચાર વાચો:
India China LAC Border Faceoff LAC પર ફરી ગરમાવો! અરુણાચલ સરહદે ચીની સૈનિકોની ઘૂસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ આપ્યો જવાબ!

NSE Share Price લિસ્ટિંગના બીજા જ દિવસે એનએસઈના શેરમાં ૧.૫% નો કડાકો, બ્રોકરેજિસે આપ્યો ₹૨૦૫૦ સુધીનો જોરદાર ટાર્ગેટ, ખરીદીની તક?
Bloodbath In Financial Stocks શેરબજારમાં હાહાકાર ૧૨ ફાઈનાન્શિયલ કંપનીઓના ₹૧.૧૨ લાખ કરોડથી વધુ સ્વાહા, રોકાણકારોમાં ફફડાટ!
Stock Market Crash શેરબજારમાં કડાકો સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ૨૩,૧૦૦ ની નીચે સરકી; બજારમાં મોટા ઘટાડા પાછળ રહેલા ‘આ’ ૩ મુખ્ય કારણો!
NSE Lists On BSE After A Decade દલાલ સ્ટ્રીટમાં ઐતિહાસિક ક્ષણ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જની બજાર એન્ટ્રી; રોકાણકારોને કરાવ્યો બમ્પર નફો
Exit mobile version