Site icon

Union Budget 2024:બજેટ બાદ શેરબજાર ઉંધા માથે પટકાયું, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો કડાકો; રોકાણકારોને આટલા લાખ કરોડ રૂપિયાનું નુકસાન..

Union Budget 2024: બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઘટીને 79224.32 પોઈન્ટ પર પહોંચ્યો. જોકે, સેન્સેક્સ 80,724.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 232.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,276.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Union Budget 2024 Stock markets fall as govt increases tax on capital gains

Union Budget 2024 Stock markets fall as govt increases tax on capital gains

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024: બજેટની જાહેરાત બાદ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સેન્સેક્સમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટી ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરતી જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, SBI લગભગ બે ટકા અને L&Tના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

Union Budget 2024:સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો

બજેટની જાહેરાત બાદ શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઘટીને 79224.32 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, સેન્સેક્સ 80,724.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 232.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,276.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, નિફ્ટી 24,568.90 પોઈન્ટ પર ખુલ્યો હતો.

Union Budget 2024: આ શેરમાં મોટો ઘટાડો   

બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ બે ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે કંપનીના શેરની કિંમત 2927.10 રૂપિયા પર પહોંચી ગઈ છે. બીજી તરફ L&Tના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ઓએનજીસી અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો છે. હિન્દાલ્કો અને બજાજ ફાઇનાન્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  Union Budget 2024: કરો જલસા…બજેટમાં ટેક્સપેયર્સ માટે બે મોટા એલાન, ટેક્સનું નવું માળખું બદલાયું, સ્ટાન્ડર્ડ ડિડક્શનની પણ ભેટ

Union Budget 2024: રોકાણકારોને મોટું નુકસાન

શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને થોડા જ કલાકોમાં લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રોકાણકારોનું નુકસાન અને નફો બીએસઈના માર્કેટ કેપ સાથે જોડાયેલા છે. એક દિવસ અગાઉ, BSEનું માર્કેટ કેપ રૂ. 4,48,32,227.50 કરોડ હતું, જે ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને રૂ. 4,38,36,540.32 કરોડ થયું હતું. મતલબ કે રોકાણકારોને લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં BSEનું માર્કેટ કેપ રૂ. 4,43,28,902.63 કરોડ પર દેખાઈ રહ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Exit mobile version