Site icon

હાઈટેક એવા શશિ થરૂરના ગળામાં હંમેશા લટકતું રહે છે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ- શું છે એ ડિવાઈસ- શા માટે પહેરવામાં આવે છે- જાણો કેવી રીતે કરે છે કામ અને શું છે સ્વાસ્થ્યના ફાયદા

News Continuous Bureau | Mumbai

તમે શશિ થરૂરના(Shashi Tharoor) ગળામાં હંમેશા એક ડિવાઇસ લટકતું ડિવાઇસ જોતા હશો. આ ડિવાઇસ પહેરવા યોગ્ય એર પ્યુરિફાયર(Air purifier) છે. તેની કિંમત લગભગ 10 હજાર રૂપિયા છે. જેના કારણે બહારનું વાયુ પ્રદૂષણ(Air pollution) હોવા છતાં તેમને સ્વચ્છ હવા મળે છે. જાણો તેની અન્ય વિશેષતાઓ અને તમે તેને ક્યાંથી ખરીદી શકો છો.

Join Our WhatsApp Community

કોંગ્રેસના સાંસદ(Congress MP) શશિ થરૂર સતત ચર્ચામાં રહે છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress President post) માટે ઉમેદવારી નોંધાવી છે. પરંતુ અમે અહીં તેમની ચૂંટણી(election) વિશે નહીં પરંતુ ટેકના સમાચાર(Tech news) વિશે માહિતી આપી રહ્યાં છીએ. તમે શશિ થરુરના ગળામાં એક ગેજેટ પહેરેલું જોતા હશો. આ વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે, આ ગેજેટ શું કામ કરે છે અને શશિ થરૂર તેને શા માટે પહેરે છે.

આ બ્લૂટૂથ ગેજેટ(bluetooth gadget) નથી. આ નાનું ડિવાઇસ એર પ્યુરિફાયર છે. આ સમયે પ્રદૂષણ ઘણું વધી જાય છે. આવી સ્થિતિમાં આ પર્સનલ ડિવાઇસ (Personal device) તેમને પ્રદૂષણથી બચાવે છે. જેઓ બહાર ઘણી મુસાફરી કરે છે, તેમના માટે આ એર પ્યુરીફાયર માં એક બેસ્ટ ઓપ્શન છે.

તમને બજારમાં ઘણા પ્રકારના એર પ્યુરીફાયર મળે છે. આમાં પોર્ટેબલ અથવા વેરેબલ એર પ્યુરિફાયરનો(Portable or wearable air purifiers) પણ સમાવેશ થાય છે. આ પોર્ટેબલ એર પ્યુરીફાયરનું વજન પણ ઘણું ઓછું હોય છે. તેમની કિંમત વિશે વાત કરીએ તો, તમે 8000 થી 15 હજાર રૂપિયામાં પહેરવા યોગ્ય એર પ્યુરિફાયર ખરીદી શકો છો. તેમાં LED લાઈટ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોમોટી ખુશખબર- દિવાળી પહેલા સસ્તા થશે એલપીજીના સિલિન્ડર- સરકારે બનાવ્યો આ પ્લાન

જે પ્યુરિફાયર ચાલુ થવા પર લીલી થઈ જાય છે, જ્યારે ચાર્જ કરતી વખતે તે રેડ રહે છે. તેને યુએસબીથી(USB) ચાર્જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે HEPA ટેક્નોલોજી સાથે આવતા એર પ્યુરિફાયરમાં ફિલ્ટર બદલવું પડે છે, જ્યારે તેની સાથે આવું નથી.

આ સિવાય પોર્ટેબલ એર પ્યુરીફાયર વિશે વાત કરીએ તો, તમને તે આસાનીથી ઓનલાઈન અને ઓફલાઈન બંને મળી જશે. ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર પોર્ટેબલ એર પ્યુરીફાયર પણ લિસ્ટ કરવામાં આવ્યું છે. તેની કિંમત લગભગ 10 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

LG એ લોન્ચ કર્યું હતું પોર્ટેબલ માસ્ક  

થોડા સમય પહેલા LG એ વેરેબલ એર માસ્ક લોન્ચ(Wearable air mask launched) કર્યું હતું. તેની કિંમત લગભગ 15 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. આ સાથે ઘણા હાઇટેક ફીચર્સ(High-tech features) આપવામાં આવ્યા છે. આમાં તમને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળે છે, જેની મદદથી તમે તેને એલજીની એપથી કનેક્ટ અને કંટ્રોલ કરી શકશો.

તેમાં ઇન-બિલ્ટ માઇક અને સ્પીકર(In-built mic and speaker) પણ છે. કંપનીએ તેમાં ડ્યુઅલ ઇન્વર્ટર ફેન(Dual inverter fan) આપ્યો છે અને તેની સાથે એક્ઝોસ્ટ વાલ્વ (Exhaust valve) પણ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : કરવા ચોથના સમગ્ર દેશમાં 3000 કરોડથી વધુનું સોનું વેચાયું- બુલિયન માર્કેટમાં વેચાણમાં સતત ઉછાળો

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version