News Continuous Bureau | Mumbai
જાયન્ટ સોશિયલ મીડિયા કંપની(Social media company) ફેસબુક(Facebook) અને તેની પેરેન્ટ કંપની(Parent company) મેટાને(Meta) મોટો ઝટકો લાગ્યો છે.
કંપનીના સીઓઓ(COO) એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર(Chief Operating Officer) શેરિલ સેન્ડબર્ગે(Sheryl Sandberg) તેમના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે.
જો કે શેરિલે કંપની શા માટે છોડી તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.
કંપનીના હવે આગામી ચીફ ગ્રોથ ઓફિસર(chief Growth Officer) જેવિયર ઓલિવાન હશે. પરંતુ જેવિયરની ભૂમિકા શેરીલે કંપની માટે અત્યાર સુધી જે કર્યું છે તેનાથી અલગ હશે.
ઉલ્લેખનીય છે કે શેરીલે ફેસબુક સાથે 14 વર્ષ કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : જાણીતા બિઝનેસમેન અવિનાશ ભોસલેની મુશ્કેલીઓ વધી- CBI બાદ હવે ઈડીએ નોટિસ જારી કરી આપ્યા આ આદેશ