ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પૂરગ્રસ્ત વિસ્તારના પ્રવાસ પર છે. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે જે વિસ્તારમાં કોરોના કાબૂમાં આવી ગયો છે તે વિસ્તારમાં રાત્રે 8:00 સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. આ સંદર્ભે આગામી ૨૪ કલાકની અંદર જાહેરનામું પણ બહાર પડશે.
મુખ્યમંત્રીએ આ વાત કહી દીધી છે એટલે વેપારી વર્ગમાં હાશકારો છે. જોકે જાહેરનામામાં શું વિગત લખવામાં આવે છે તે સંદર્ભે દરેકની મીટ મંડાયેલી છે.
લોનના હપ્તા વસૂલવા ઘરે પહોંચી જનારા વિરુદ્ધ અહીં કરી શકાશે ફરિયાદ; જાણો વિગત
આમ વેપારીઓ માટે દિલાસા જનક સમાચાર છે.
