Site icon News Continuous Bureau | Mumbai

ઓફિસ સ્પેસ ભાડે/લીઝ પર આપવાના સોદાઓમાં ધરખમ ઘટાડો.. વધુને વધુ કંપનીઓ અપનાવી રહી છે આ નીતિ.. જાણો કારણ શું છે.  

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

29 ડિસેમ્બર 2020

માર્ચ 2020 થી શરૂ થયેલી કોરોના વાઈરસ નામની મહામારીમાં મોટા ભાગની ઓફિસોએ વર્ક-ફ્રોમ-હોમની નીતિ અપનાવતા, વર્ષ 2020 માં ઓફિસ સ્પેસ ભાડે/લીઝ પર આપવાના સોદાઓમાં ધરખમ ઘટાડો થયો છે. 2020 ના વર્ષમાં નેટ ઓફિસ સ્પેસ લીઝિંગનું પ્રમાણ 44 ટકા જેટલું ઘટીને 25.82 % થયું છે. દેશના 7 મુખ્ય શહેરોમાં કોર્પોરેટ કંપનીઓએ એમની વિસ્તરણ યોજનાઓને મુલતવી રાખી છે અને કર્મચારીઓને માટે વર્ક-ફ્રોમ-હોમ નીતિ અપનાવી છે, એનું આ કારણ છે.

 

હાથ ધરાયેલા એક સર્વેક્ષણ મુજબ, દેશના સાત મુખ્ય શહેરો – દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે અને બેંગલુરુ માં વર્ષ 2019 માં કુલ 4 કરોડ 65 લાખ સ્ક્વેર ફીટ એરિયાની ઓફિસ સ્પેસ લીઝ પર આપવામાં આવી હતી. આ વર્ષના જાન્યુઆરી થી માર્ચમાં 88 લાખ સ્ક્વેર ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર અપાઈ હતી. પરંતુ તે પછીના ક્વાર્ટરમાં કોરોના વાઈરસને લીધે દેશવ્યાપી લોકડાઉન લાગુ થવાને કારણે તે આંકડો ઘટીને 33 લાખ સ્ક્વેર ફીટ થઈ ગયો. 

જોકે આ વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં ડિમાન્ડમાં ફરી 52 ટકાન ઉછાળો નોંધાયો છે. આ ક્વાર્ટરમાં 82 લાખ 70 હજાર સ્ક્વેર ફીટ ઓફિસ જગ્યાઓ ભાડેથી વેચાઈ હતી. એની પહેલાના ક્વાર્ટરમાં આ આંકડો 54 લાખ 30 હજાર સ્ક્વેર ફીટ હતો.. આમ જેમ જેમ વર્ક ફ્રોમ હોમ નું ચલણ વધી રહ્યું છે તેમ તેમ વ્યાવસાયિક જગ્યાની માંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version