Site icon

શું મોદી સરકાર બંધ કરશે 4G ફોન- બેઠકમાં લેવાયો નિર્ણય- આ સ્માર્ટફોનનું વેચાણ થશે બંધ 

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર અને ટેલિકોમ કંપનીઓ(Modi government and telecom companies) વચ્ચે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૫જી નેટવર્ક અને ૫જી સ્માર્ટફોનને (5G networks and 5G smartphones) લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં, ૫જી સ્માર્ટફોનમાં ૫જી સપોર્ટ સોફ્ટવેર અપડેટ્‌સ(5G Support software updates) શક્ય તેટલી વહેલી તકે આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે ૫જી  સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધારવાનું કહેવામાં આવ્યું હતું. સરકારે સૂચન કર્યું કે સ્માર્ટફોન કંપનીઓએ(Smartphone companies) ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના તમામ સ્માર્ટફોન પર ૫જી કનેક્ટિવિટી ઑફર(5G connectivity offer) કરવી જાેઈએ. આ પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂંક સમયમાં સ્માર્ટફોન કંપનીઓ ભારતમાં ૧૦,૦૦૦ થી વધુ કિંમતના 4જી સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરશે. આવી સ્થિતિમાં, ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના માર્કેટમાં વેચાતા તમામ સ્માર્ટફોન ૫જી હશે. 

Join Our WhatsApp Community

ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ(Department of Telecommunications) મીટિંગમાં સૂચન કર્યું હતું કે સ્માર્ટફોન કંપનીઓએ તબક્કાવાર રૂ. ૧૦,૦૦૦ થી વધુ કિંમતના સ્માર્ટફોનનું ઉત્પાદન(Smartphone manufacturing) ધીમે ધીમે બંધ કરવું જાેઈએ અને તેના બદલે ૫જી સ્માર્ટફોન લોન્ચ(5th smartphone launch) કરવા જાેઈએ. જેના કારણે યુઝર્સ માટે ૪જી થી ૫જી સ્માર્ટફોનમાં શિફ્ટ થવું સરળ બનશે. મિડ-રેન્જમાં ગ્રાહકોને ૫જી કનેક્ટિવિટીવાળા સ્માર્ટફોન ઓફર કરવામાં આવશે. જ્યાં અત્યાર સુધી કંપનીઓ ૫જી સપોર્ટમાં કાપ મૂકીને ૪જી એફોર્ડેબલ સ્માર્ટફોન (4G affordable smartphone) ઓફર કરતી હતી. આવી સ્થિતિમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ  બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોન કંપનીઓએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તેમની તરફથી ૧૨,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના તમામ સ્માર્ટફોનમાં ૫જી કનેક્ટિવિટી (5G connectivity) આપવામાં આવશે. બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં કંપનીઓ માટે થોડી મુશ્કેલી આવી શકે છે, કારણ કે તેમને ૪જી થી ૫જી પર જવા માટે વધુ રોકાણ અને હાર્ડવેર સપોર્ટની જરૂર પડશે. આ જ કેટલીક સ્માર્ટફોન કંપનીઓ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના માર્કેટમાં ૪જી સ્માર્ટફોનના માર્કેટમાં સારો બિઝનેસ કરી રહી છે. આવી કંપનીઓ માટે પણ થોડી મુશ્કેલી આવી શકે છે.

 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version