Site icon

Smartphone Export : 3 વર્ષમાં 5 ગણો થયો સ્માર્ટફોન (Smartphone) એક્સપોર્ટ, ભારત (India) બન્યું ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ

Smartphone Export : અમેરિકાથી લઈને જાપાન સુધી, ભારતીય સ્માર્ટફોનની માંગમાં ભારે વધારો, ટોચના 5 દેશોની યાદી બહાર

Smartphone Export India’s Smartphone Exports Surge 5x in 3 Years, US Tops the List

Smartphone Export India’s Smartphone Exports Surge 5x in 3 Years, US Tops the List

News Continuous Bureau | Mumbai  

Smartphone Export : કોમર્સ મિનિસ્ટ્રીના તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 3 વર્ષમાં ભારતના સ્માર્ટફોન (Smartphone) એક્સપોર્ટમાં 5 ગણો વધારો થયો છે. વર્ષ 2022-23માં જ્યાં એક્સપોર્ટ 10.96 અબજ ડોલર હતો, તે 2023-24માં 15.57 અબજ ડોલર અને હવે 2024-25માં 24.14 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ વૃદ્ધિએ સ્માર્ટફોનને ભારતના ટોચના એક્સપોર્ટ પ્રોડક્ટ્સમાં સ્થાન અપાવ્યું છે, જેમાં તે પેટ્રોલિયમ અને ડાયમંડને પણ પાછળ છોડી ચૂક્યું છે.

Join Our WhatsApp Community

Smartphone Export : સ્માર્ટફોન એક્સપોર્ટમાં 55%નો વાર્ષિક વધારો

2024-25માં સ્માર્ટફોન એક્સપોર્ટમાં 55%નો વધારો નોંધાયો છે. B2B અને B2C બંને સ્તરે ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. PLI (Production Linked Incentive) સ્કીમના કારણે સ્થાનિક ઉત્પાદન અને રોકાણમાં વધારો થયો છે, જેના કારણે ભારત હવે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત રીતે જોડાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  samakhiali Railway Station : સામાખ્યાલી રેલવે સ્ટેશન: એક નવો પ્રવેશદ્વાર

Smartphone Export : સૌથી વધુ એક્સપોર્ટ થયો અમેરિકા (America)માં

અમેરિકા ભારતનો સૌથી મોટો સ્માર્ટફોન ખરીદનાર દેશ બન્યો છે. 2022-23માં 2.16 અબજ ડોલરથી શરૂ થઈને 2023-24માં 5.57 અબજ ડોલર અને હવે 2024-25માં 10.6 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. જાપાન, નેધરલેન્ડ, ઇટાલી અને ચેક રિપબ્લિક પણ ટોચના ખરીદનાર દેશોમાં સામેલ છે.

Smartphone Export : નેધરલેન્ડ, ઇટાલી અને ચેક રિપબ્લિકમાં પણ નોંધપાત્ર વધારો

નેધરલેન્ડમાં એક્સપોર્ટ 1.07 અબજ ડોલરથી વધીને 2.2 અબજ ડોલર થયો છે. ઇટાલી માટે આ આંકડો 72 કરોડ ડોલરથી વધીને 1.26 અબજ ડોલર થયો છે. ચેક રિપબ્લિક માટે પણ 65 કરોડ ડોલરથી વધીને 1.17 અબજ ડોલર થયો છે. આ તમામ દેશો માટે ભારત હવે મહત્વપૂર્ણ સપ્લાયર બની ગયું છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version