Site icon

ઈમરજન્સીમાં ઝટપટ લોન જોઈએ છે-તો આ બોન્ડનો કરો ઉપયોગ-RBI લાવી છે આ બોન્ડ- આજે બોન્ડ ખરીદવાનો છેલ્લો દિવસ

Sovereign Gold Bond scheme opens today: 10 things you should know before investing

સુવર્ણ તક.. હોળી પર સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની ઓફર, આ 4 જ દિવસ મોકો મળશે

News Continuous Bureau | Mumbai

આજકાલ બોન્ડમાં રોકાણ(Investment in bonds) કરવાનું ચલણ વધી ગયું છે. તેમાં પણ સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bonds) (SGB)માં રોકાણ કરવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. તેનું મૂલ્ય સામાન્ય ભૌતિક સોના જેવું જ છે. આ બોન્ડનો ફાયદો એક છે કે તમે જો ઈમરજન્સીમાં લોન (Emergency loans) લેવા ઈચ્છતા હોય તો તમને તુરંત મળી જાય છે એવું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

ભારતમાં આગામી તહેવારોની સિઝનને(festive season) ધ્યાનમાં રાખીને, RBI વર્ષનો બીજો સોવરિન ગોલ્ડ બોન્ડ લાવી છે. તમે 22 ઓગસ્ટ 2022 થી 26 ઓગસ્ટ 2022 સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર એક દિવસ બાકી છે.

સરકારે આ ગોલ્ડ બોન્ડની કિંમત 5197 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રાખી છે. બીજી તરફ, ગોલ્ડ બોન્ડ ઓનલાઈન ખરીદવા(Buying Gold Bonds Online) પર તમને 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ

ગોલ્ડ બોન્ડ ખરીદવાથી રોકાણકારોને વધુ સારા વળતરની સાથે ઘણા વધુ ફાયદાઓ પણ મળે છે. તમે સોવરિન ગોલ્ડ બોન્ડ સામે રૂ.25 લાખ સુધીની લોન મેળવી શકો છો.

વરિન ગોલ્ડ બોન્ડનું મૂલ્ય સામાન્ય ભૌતિક સોના જેવું જ છે. તમે SGB પર રૂ. 20,000 થી રૂ. 25 લાખ સુધીની લોન મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે જો તમે પણ SGB મેળવવા માંગો છો તો તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. આ લોન મેળવવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે ડીમેટ ખાતું(Demat account) ખોલાવવું પડશે. તમે ડીમેટ ખાતા વગર ગોલ્ડ લોન(Gold Loan) મેળવી શકતા નથી.

આ સમાચાર પણ વાંચો : શું તહેવારોમાં ભારતના હીરા ઉદ્યોગમાં ફરી આવશે તેજી

ભારતનો કોઈપણ નાગરિક, ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થા વગેરે SGB મેળવી શકે છે. HDFC બેંક તેના ગ્રાહકો પાસેથી SBG પર 11 થી 16 ટકા વ્યાજ દર વસૂલે છે. બીજી તરફ, એક્સિસ બેંક 13.50 થી 16.95 ટકા સુધીનો વ્યાજદર વસૂલે છે. બીજી તરફ, મુથુટ ગોલ્ડ લોન પર ગ્રાહકોની લોન 12 થી 26 ટકા સુધીની છે.

તમે બેંકો, સ્ટોક એક્સચેન્જો(Stock exchange), સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી(Small Finance Banks) સોવરીન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. તમે 5 વર્ષના રોકાણ પછી તેને વેચી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે ગોલ્ડ બોન્ડને ભૌતિક સોનામાં રૂપાંતરિત પણ કરી શકો છો, પરંતુ આ માટે તમારે અલગ મેકિંગ અને ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.

આ સમાચાર પણ વાંચો : જાણો આધુનિક અને પ્રાચીન સોનાના ભાવો.. ક્યારેય નહીં વાંચ્યા હશે એટલાં વર્ષોના ભાવ જાણી તમને આશ્ચર્ય થશે

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version