Site icon

Sovereign Gold Bond Scheme: સરકારી ગેરંટી સાથે ઉપલબ્ધ થશે સસ્તું સોનું, કેટલું અને કેવી રીતે કરી શકો છો રોકાણ? જાણો શું છે સંપુર્ણ પ્રોસેસ.. વાંચો અહીં વિગતે…

Sovereign Gold Bond Scheme: ભારતીય રિઝર્વ બેન્કે સસ્તું સોનું ખરીદવાની ગોલ્ડન તક આપી છે.

Sovereign Gold Bond Scheme-How to buy gold online under Sovereign Gold Bond Scheme_

Sovereign Gold Bond Scheme-How to buy gold online under Sovereign Gold Bond Scheme_

News Continuous Bureau | Mumbai 

Sovereign Gold Bond Scheme: ભારતીય રિઝર્વ બેન્કે ( RBI ) સસ્તું સોનું ખરીદવાની ગોલ્ડન તક આપી છે. RBIએ 11 સપ્ટેમ્બર, 2023થી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ ( Sovereign Gold Bond Scheme ) નો બીજો હપ્તો શરૂ કર્યો છે. તમે આમાં 15 સપ્ટેમ્બર, 2023 સુધી રોકાણ કરી શકો છો. આ ગોલ્ડ બોન્ડ સ્કીમની ખાસ વાત એ છે કે તમને ઓનલાઈન ખરીદી પર વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Join Our WhatsApp Community

 તમને SBG સ્કીમ હેઠળ ઓનલાઈન ખરીદવા પર વધારાનું ડિસ્કાઉન્ટ મળશે

નોંધનીય છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ રિઝર્વ બેન્કે 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ પ્રમાણે તેની કિંમત નક્કી કરી છે. આ કિંમત SBG ઑફલાઇન ખરીદવા પર ચૂકવવી પડશે. ઓનલાઈન SBG ખરીદવા પર તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આવી સ્થિતિમાં ઓનલાઈન ગોલ્ડ બોન્ડની કિંમત 5,873 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

તમે SBG ક્યાંથી ખરીદી શકો છો?

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ રોકાણ કરવાથી તમને 2.5 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે. તમે આમાં કુલ 8 વર્ષ માટે રોકાણ કરી શકો છો. 8 વર્ષ પછી તમને વર્તમાન સમય મુજબ ફિઝિકલ ગોલ્ડની જેમ આ બોન્ડ પર રિટર્ન મળે છે. જો તમે ઇચ્છો તો 5 વર્ષના રોકાણ પછી તમે આ બોન્ડમાંથી બહાર નીકળી શકો છો. જો તમે આ સ્કીમમાં ઓફલાઈન રોકાણ કરવા ઈચ્છો છો તો તમે તેને કોઈપણ કોમર્શિયલ બેન્ક, અમુક માન્ય પોસ્ટ ઓફિસ, NSE, BSE, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CCIL) પાસેથી ખરીદી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Reliance Retail Update: ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKR એ રિલાયન્સ રિટેલમાં આટલા કરોડ રૂપિયાનું કર્યું રોકાણ, ખરીદી 1.42 ટકાની હિસ્સેદારી.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..

 SBG સ્કીમ માટે કેવી રીતે રજીસ્ટર કરવું

જો તમે SBI ગ્રાહક છો અને SBG સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરવા માંગો છો તો પહેલા SBI નેટ બેન્કિંગમાં લોગિન કરો. બાદમાંઈ-સર્વિસ પર જઇને SBG સ્કીમ સિલેક્ટ કરો. જો તમે આ યોજનામાં પ્રથમ વખત રોકાણ કરવા જઈ રહ્યા છો, તો પહેલા તમારે રજીસ્ટર કરાવવું પડશે અને પ્રોસેસ ઓપ્શન પર ક્લિક કરો. આગળ ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરો અને આગળ વધો. તમારી બધી વિગતો ભરી હશે અને ફક્ત નોમિની ઉમેરો. પછી NSDL અથવા CSDL માં એક વિકલ્પ પસંદ કરો જ્યાં તમારું ડીમેટ એકાઉન્ટ હોય. બાદમાં DP ID અને Client ID દાખલ કરો અને સબમિટ કરો. બધી વિગતો તપાસો અને સબમિટ કરો.

કેટલું રોકાણ કરી શકાય છે

આ બોન્ડ હેઠળ, ભારતીય રહેવાસીઓ, હિન્દુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ રોકાણ કરી શકે છે. વ્યક્તિને એક વર્ષમાં વધુમાં વધુ 4 કિલો સોનું ખરીદવાની છૂટ છે. જ્યારે ટ્રસ્ટ અને સંસ્થાઓ વર્ષમાં 20 કિલો સોનું ખરીદી શકે છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version