Site icon

Sovereign Gold Bond Scheme: 11 સપ્ટેમ્બરથી સસ્તું સોનું ખરીદવાની તક, જાણો કિંમત, ડિસ્કાઉન્ટ અને છેલ્લી તારીખ…

Sovereign Gold Bond Scheme: આરબીઆઈએ સોવરિન ગોલ્ડ બોન્ડની બીજી શ્રેણી જારી કરી છે. 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી તમે ઓછી કિંમતે સોનું ખરીદી શકો છો.

Sovereign Gold Bond Scheme: Sovereign gold bond opens next week. Date, price, other details

Sovereign Gold Bond Scheme: 11 સપ્ટેમ્બરથી સસ્તું સોનું ખરીદવાની તક, જાણો કિંમત, ડિસ્કાઉન્ટ અને છેલ્લી તારીખ…

News Continuous Bureau | Mumbai 

Sovereign Gold Bond Scheme: ભારતીય રિઝર્વ બેંક ( RBI ) લોકોને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આ સોનું ( gold  ) તમે બજાર કિંમત કરતા ઓછી કિંમતે ખરીદી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડ ( Sovereign gold bond  ) સ્કીમ હેઠળ સસ્તું સોનું ખરીદી શકાય છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે સોવરિન ગોલ્ડ બોન્ડની બીજી શ્રેણી બહાર પાડી છે.

Join Our WhatsApp Community

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સસ્તું સોનું ખરીદવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. સોનું ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ખરીદી શકાય છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારો 24 કેરેટ શુદ્ધતાના સોનામાં રોકાણ કરે છે એટલે કે 99.9 ટકા શુદ્ધ સોનામાં રોકાણ કરી શકાય છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ ઈશ્યુ પ્રાઇસ

8 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, ભારતીય રિઝર્વ બેંકે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની બીજી શ્રેણી માટે ઈશ્યુ પ્રાઇસ 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે. તમે ભૌતિક રીતે અથવા ઓનલાઈન 99.9 ટકા શુદ્ધ સોનું ખરીદી શકો છો. જો તમે ઓનલાઈન ખરીદી કરશો તો પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે કિંમત ઘટીને 5,873 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ જશે.

તમને કેટલું વ્યાજ મળશે?

જો રોકાણકારો ( investment  ) આ યોજના હેઠળ સોનામાં રોકાણ કરે છે, તો લોકોને અર્ધવાર્ષિક ધોરણે નિશ્ચિત કિંમત પર 2.50 ટકા વ્યાજ આપવામાં આવશે. સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષ છે. અને પાંચ વર્ષ પછી ગ્રાહકોને બહાર નીકળવાનો વિકલ્પ મળશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Train : મુસાફરોએ મુંબઈ લોકલ ટ્રેનના ડ્રાઈવરને આપી યાદગાર વિદાય, પ્લેટફોર્મ પર જ કર્યો ડાન્સ – જુઓ વીડિયો..

સોવરિન ગોલ્ડ બોન્ડ હેઠળ સોનું ક્યાં ખરીદવું?

આ યોજનાની બીજી શ્રેણી હેઠળ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE દ્વારા સસ્તું સોનું ખરીદી શકાય છે. તમે તેમાં ડીમેટ એકાઉન્ટ હેઠળ રોકાણ કરી શકો છો.

કેટલું રોકાણ કરી શકાય છે

ભારતીય રહેવાસીઓ, હિન્દુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટો, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ આ બોન્ડ હેઠળ રોકાણ કરી શકે છે. વ્યક્તિને એક વર્ષમાં વધુમાં વધુ 4 કિલો સોનું ખરીદવાની છૂટ છે. તે જ સમયે, ટ્રસ્ટ અને સંસ્થાઓ એક વર્ષમાં 20 કિલો સોનું ખરીદી શકે છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version