Site icon

શું સોનામાં રોકાણ કરવું છે? અહીં વાંચો સોવરીન ગોલ્ડ બોન્ડ વિશે. સરકાર ત્રીજી ઓગસ્ટથી શરૂ કરશે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

સરકારના સોવરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) પ્રોગ્રામની 'વી' સીરીઝનું સબ્સ્ક્રિપ્શન આવતા અઠવાડિયે ખુલશે. જે અંતર્ગત 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીના પાંચ દિવસ માટે આ યોજના ઉપલબ્ધ રહેશે, જ્યારે ગોલ્ડ બોન્ડ્સ ચાલું વર્ષે 31 ઓગસ્ટથી સપ્ટેમ્બર 4 સુધી ઉપલબ્ધ રહેશે. ઘરેલુ બજારમાં સોનાના ભાવ આકાશને આંબી રહયાં છે. આ સમયે, દેશમાં અને વિદેશમાં વધતા કોવિડ-19 કેસની આસપાસની અનિશ્ચિતતા, યુ.એસ. અને ચીન વચ્ચેના બગડેલા સંબંધો, તેમજ રૂપિયા ની સામે ડૉલરની વધધટ. સોનાના ભાવોને અસર કરી રહી છે.

સરકાર સંચાલિત ગોલ્ડ બોન્ડ સ્કીમ વિશે જાણવા જેવાં 10 મુદ્દાઓ….

1) દેશમાં સોનાની આયાત પર નિયંત્રણ લાવવાના હેતુસર એસ.જી.બી પ્રોગ્રામમાં, ભારતીય રિઝર્વ બેંક, ભારત સરકાર વતી ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ કરે છે. સોનાના બોન્ડ્સ પીળી ધાતુના બજાર ભાવ સાથે જોડાયેલા છે..

2) કોઈ પણ ભારતીય વ્યક્તિ, હિન્દુ અવિભાજિત પરિવારો (એચયુએફ), ટ્રસ્ટ્સ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓ એસજીબી યોજનામાં રોકાણ કરી શકે છે.

3) એસજીબી નિયુક્ત પોસ્ટ ઓફિસો, સ્ટોક એક્સચેંજ- બીએસઈ અને એનએસઇ, અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન પાસેથી ખરીદી શકાય છે

4) સામાન્ય રીતે, સોના અને શેર વચ્ચે વિપરિત સંબંધ છે, સોનુ કિંમતી ધાતુ સલામત હોવાથી આશીર્વાદ સમાન છે. વેલ્થ પ્લાનર્સ કહે છે કે 'નજીકના ગાળામાં સોનાના ભાવ હજુ વધી શકે છે.'

5) ગોલ્ડ બોન્ડ્સ આઠ વર્ષના લોક-ઇન સમયગાળા સાથે આવે છે, પ્રથમ પાંચ વર્ષ પછી તમે એક્ઝિટ કરી શકો છો.

6) ઇશ્યૂ પ્રાઈસની ગણતરી મુંબઇ સ્થિત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) દ્વારા પૂરા પાડવામાં આવેલા દરોના આધારે કરવામાં આવે છે. 

7) સબ્સ્ક્રિપ્શન ખોલવાની તારીખ પહેલાં છેલ્લા ત્રણ સત્રોના દરોમાંથી એક સામાન્ય સરેરાશ લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ચોથા ક્રમ હેઠળ ગોલ્ડ બોન્ડ રૂ .4,852 પ્રતિ ગ્રામના ભાવે ઉપલબ્ધ હતા.

8) ઓનલાઇન સબ્સ્ક્રાઇબર્સને 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટનો હેતુ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

9) સબ્સ્ક્રાઇબર્સ સોનાના બોન્ડમાં તેમના રોકાણ પર વ્યાજ કમાઈ શકે છે. વાર્ષિક 2.50 ટકાના દરે વ્યાજ મળે છે. જે અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવાપાત્ર છે.

10) મળ્યું વ્યાજ કરપાત્ર છે. જો કે, વ્યક્તિગત સબ્સ્ક્રાઇબર્સને મૂડી લાભમાંથી મુક્તિ આપવામાં આવે છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version