Site icon

શૅરબજારના બિગ બુલિશ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું અપના ટાઇમ આ ગયા; ઝુનઝુનવાલાની ‘આકાસા ઍર’ના વિમાનો ઊડશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર

શૅરબજારમાં રોકાણ કરનારાઓના અત્યારે અચ્છા દિન ચાલી રહ્યા છે. મુંબઈ શૅરબજારે ઐતિહાસિક 60 હજારનો ટપ્પો પાર કર્યો છે, તો નિફ્ટી 18 હજાર સુધી પહોંચ્યો છે. શૅરબજારના બિગ બુલિશ તરીકે જાણીતા મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે કે અપના ટાઇમ આ ગયા. હવે ઝુનઝુનવાલાની 'આકાસા ઍર' કંપનીનાં વિમાનો આવતા વર્ષે ઉનાળામાં ઉડાણ ભરશે. કેન્દ્ર સરકારના નાગરી ઉડ્ડયન મંત્રાલય દ્વારા તેમને NOC મળી ગયું છે.

અપના ટાઇમ આયેગા એવું શૅરબજારના બુલિશ રોકાણકારો કહી રહ્યા છે, જ્યારે કે ઝુનઝુનવાલાએ કહ્યું કે અપના ટાઇમ આ ગયા. આકાસા ઍર કંપનીને જેટ ઍરવેઝના ભૂતપૂર્વ CEO વિનય દુબેનું પીઠબળ છે.

પ્રિયંકા ગાંધી સક્રિય થયા. પણ ફાયદો કોને? ભાજપ કે પછી કોંગ્રેસ. જાણો વિશ્લેષણ અહીં.

 દેશની અર્થવ્યવસ્થા અત્યારે પાટા ઉપર ચડી છે અને ગતિમાન બની છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ક્ષેત્રમાં 100 કરોડ ખર્ચ કરવાનો સરકારનો ટાર્ગેટ છે. એથી વિકાસની અનેક તકો ઉપલબ્ધ થશે. તેમ જ GDPમાં પણ વધારો થયો છે. ચાલુ આર્થિક વર્ષમાં GDP વધારાનો દર 9.5 ટકા રહેશે એવો અંદાજ છે. સરકારે FDI પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એથી વિદેશી ફંડ આવવાથી દરેક ક્ષેત્રમાં તેજી થશે. પરદેશી રોકાણકારો વધારવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. મુંબઈ શૅરબજાર અને નિફ્ટીના આંકડામાં વધારો થશે એવું ઝુનઝુનવાલાએ કહ્યું હતું. IT ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં તેજી આવશે.

 કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાનો ટાર્ગેટ રાખ્યો છે. એના માટે સરકાર પ્રયત્નશીલ છે. કોરોનાના સંકટને લીધે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સમય લાગી શકે છે, પરંતુ લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત થશે. શૅરબજારમાં મંદી નહિ આવે એવું રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version