Site icon News Continuous Bureau | Mumbai

Share Market Crash Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, રોકાણકારોના ₹૯ લાખ કરોડ ડૂબ્યા; જાણો બજાર તૂટવા પાછળના મુખ્ય કારણો.

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે બજારમાં ભારે વેચવાલી, નિફ્ટી 500 પોઈન્ટ અને બેંક નિફ્ટી 1000 પોઈન્ટ નીચે પટકાયા.

Stock Market Crash on Holi Sensex Plunges 1700 Points, Investors Lose 9 Lakh Crore.

Stock Market Crash on Holi Sensex Plunges 1700 Points, Investors Lose 9 Lakh Crore.

News Continuous Bureau | Mumbai

Share Market Crash Today સમગ્ર દેશ જ્યારે હોળીના જશ્નમાં ડૂબેલો છે, ત્યારે શેરબજારમાંથી રોકાણકારો માટે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 1700 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સેન્સેક્સ 78600 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે નિફ્ટી પણ 500 પોઈન્ટ તૂટીને 24350 ના સ્તરે પહોંચી ગયો છે.

Join Our WhatsApp Channel

રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ

શેરબજારમાં આવેલા આ જોરદાર કડાકાને કારણે રોકાણકારોએ પલકવારમાં 9 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. બીએસઈ (BSE) માર્કેટ કેપિટલાઈઝેશન જે સોમવારે 456.9 લાખ કરોડ રૂપિયા હતું, તે બુધવારે ઘટીને 447.9 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક અસ્થિરતાને કારણે બજારમાં ગભરાટનું વાતાવરણ છે અને રોકાણકારો પોતાની મૂડી બચાવવા માટે વેચવાલી કરી રહ્યા છે.

આ શેરોમાં જોવા મળ્યો મોટો ઘટાડો

બીએસઈના ટોપ 30 શેરની વાત કરીએ તો આઈટી કંપનીઓને બાદ કરતાં બાકીના 25 શેરો લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. એલ એન્ડ ટી (L&T) ના શેરમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ 5 ટકા અને અદાણી પોર્ટ 4 ટકા જેટલા ગગડ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઈન્ડિગો જેવી દિગ્ગજ કંપનીઓના શેર પણ 4 ટકા સુધી તૂટ્યા છે. બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો થતા બેંકિંગ સેક્ટર પર પણ દબાણ વધ્યું છે.

આ સમાચાર પણ વાંચો : PM Poshan Yojana Audit: પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના ઓડિટનો આદેશ, શિક્ષણ વિભાગ શા માટે કરાવી રહ્યું છે તપાસ? જાણો સંપૂર્ણ વિગત

ઘટાડા પાછળનું મુખ્ય કારણ

બજારના નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. તેલના પુરવઠાને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોને હચમચાવી દીધા છે. ભારત તેલનો મોટો આયાતકાર હોવાથી ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસરની ભીતિએ બજારમાં આ કડાકો બોલાયો છે. હોળીના તહેવાર વચ્ચે બજારમાં આવેલી આ સુનામીથી નાના રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
Exit mobile version