Site icon News Continuous Bureau | Mumbai

Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?

Stock Market Crash: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને મોંઘા તેલને કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું, એશિયન બજારોમાં પણ કોહરામ; BSE લાર્જકેપના તમામ ૩૦ શેરો લાલ નિશાનમાં.

Stock Market Crash| શેરબજારનો કડાકો સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ તૂટ્યો, માર્કેટમાં કેમ ફેલાયો ડર?

Stock Market Crash| શેરબજારનો કડાકો સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ તૂટ્યો, માર્કેટમાં કેમ ફેલાયો ડર?

News Continuous Bureau | Mumbai

Stock Market Crash: જેનો ડર હતો તે જ થયું, વિદેશી બજારોમાંથી મળી રહેલા ખરાબ સંકેતોને કારણે ભારતીય શેરબજાર સોમવારે ખૂલતાની સાથે જ ક્રેશ થઈ ગયું છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં હાઈ વોલ્ટેજ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઉછાળાએ બજારનું ગણિત બગાડ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) ૧૮૦૦ પોઈન્ટથી વધુ ગગડ્યો છે, જ્યારે નિફ્ટી પણ ૫૭૫ પોઈન્ટની આસપાસ તૂટ્યો છે.

Join Our WhatsApp Channel

સેન્સેક્સ અને નિફ્ટીમાં મિનિટોમાં મચ્યો હાહાકાર

સોમવારે સવારે બીએસઈનો સેન્સેક્સ ઈન્ડેક્સ તેના પાછલા બંધ ૭૪,૫૩૨.૯૬ ની સરખામણીએ સીધો ૭૩,૭૩૨ પર ખુલ્યો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં જ આ ઘટાડો તીવ્ર બન્યો અને સેન્સેક્સ ૧૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૨,૭૨૪ ના લેવલ પર આવી ગયો. આવી જ રીતે એનએસઈનો નિફ્ટી-૫૦ પણ પાછલા ૨૩,૧૧૪ ના બંધ સામે ઘટીને ૨૨,૮૨૪ પર ઓપન થયો અને ત્યારબાદ ૫૭૫ પોઈન્ટ તૂટીને ૨૨,૫૩૮ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.

કયા શેરોમાં સૌથી વધુ ગાબડા પડ્યા?

બજારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે બીએસઈ લાર્જકેપમાં સામેલ તમામ ૩૦ શેરો લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. સૌથી વધુ ઘટાડો આ શેરોમાં જોવા મળ્યો:
Tata Steel: ૪.૦૦% નો ઘટાડો
SBI: ૩.૦૦% નો ઘટાડો
Bajaj Finance: ૨.૬૭% નો ઘટાડો
HDFC Bank: ૨.૬૦% નો ઘટાડો
IndiGo: ૨.૫૦% નો ઘટાડો
Titan: ૨.૫૦% નો ઘટાડો
Adani Ports: ૨.૪૦% નો ઘટાડો

વૈશ્વિક બજારોમાં પણ કડાકો

ભારતીય બજાર સિવાય સમગ્ર એશિયન માર્કેટમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૪.૧૦% અને હોંગકોંગનો હેંગસેંગ ૩% સુધી તૂટ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં તો અચાનક ૫.૧૦% નો મોટો ક્રેશ જોવા મળ્યો હતો. યુરોપિયન બજારો (DAX, CAC, FTSE-100) પણ ૨% સુધી ઘટીને ટ્રેડ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, યુદ્ધની સ્થિતિ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત કરવામાં આવતી વેચવાલી બજારને હજુ નીચે ધકેલી શકે છે.

 

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Exit mobile version