Site icon News Continuous Bureau | Mumbai

Sensex Nifty Live Update: શેરબજારમાં ઐતિહાસિક તેજી અમેરિકાના ટેરિફ કાપથી રોકાણકારો ગેલમાં, સેન્સેક્સ ૩,૬૦૦ પોઈન્ટ અને નિફ્ટીમાં ૮૦૦ પોઈન્ટનો તોફાની ઉછાળો

ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રેડ ડીલ બાદ ભારતીય બજારમાં ‘સુનામી’ જેવી તેજી; રૂપિયો પણ મજબૂત થયો, આઈટી (IT) અને નિકાસલક્ષી શેરોમાં જોરદાર ખરીદી.

Sensex Nifty Live Update શેરબજારમાં ઐતિહાસિક તેજી અમેરિકાના ટેરિફ કાપથી રોકાણકારો ગેલમાં

Sensex Nifty Live Update શેરબજારમાં ઐતિહાસિક તેજી અમેરિકાના ટેરિફ કાપથી રોકાણકારો ગેલમાં

News Continuous Bureau | Mumbai
Sensex Nifty Live Update અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પરના ટેરિફમાં કરાયેલા ઐતિહાસિક ઘટાડાની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. મંગળવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડો રૂપિયાનો વધારો થયો છે. લાંબા સમયથી એફઆઈઆઈ (FII) ની વેચવાલીને કારણે દબાણ હેઠળ રહેલું બજાર હવે નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં રેકોર્ડબ્રેક ઉછાળો

પ્રી-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ ૩,૬૪૭ પોઈન્ટ અથવા ૪.૪૭% ના ઉછાળા સાથે ૮૫,૩૧૪ ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ ૮૦૦ થી વધુ પોઈન્ટ ના ઉછાળા સાથે ૨૬,૦૦૦ ની સપાટી વટાવી ગયો છે. અગાઉ ગિફ્ટ નિફ્ટીએ (GIFT Nifty) સવારમાં જ ૮૦૦ પોઈન્ટની તેજી દર્શાવીને બજારના મજબૂત સંકેતો આપી દીધા હતા. અમેરિકાએ ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરતા નિકાસકારોને મોટો ફાયદો થયો છે.

Join Our WhatsApp Channel

આઈટી અને ફાર્મા સેક્ટરમાં ‘દિવાળી’ જેવો માહોલ

અમેરિકાની આ ટ્રેડ ડીલનો સૌથી મોટો ફાયદો ભારતની આઈટી કંપનીઓને થયો છે. વોલ સ્ટ્રીટ પર અગાઉ જ Infosys (+4.3%) અને Wipro (+6.8%) ના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી, જેની અસર આજે ભારતીય બજાર પર પણ પડી છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફાર્મા શેરોમાં પણ રોકાણકારોએ ભારે ખરીદી કરી છે. ટેરિફમાં કાપને કારણે આ કંપનીઓના માર્જિનમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road Accident: કોસ્ટલ રોડ ટનલમાં લક્ઝરી મર્સિડીઝ કારનો અકસ્માત, સગીર ચાલકની બેદરકારીએ મહિલાનો જીવ જોખમમાં મૂક્યો

રૂપિયો મજબૂત અને FII ની વાપસીની શક્યતા

ટેરિફમાં ઘટાડા અને રશિયા તેલ વિવાદના ઉકેલની અસર કરન્સી માર્કેટ પર પણ પડી છે. ડોલર સામે રૂપિયો ૧.૧૦ રૂપિયા મજબૂત થઈને ૯૦.૪૦ ના સ્તર પર ખુલ્યો હતો. બજારના નિષ્ણાતો માને છે કે આ ડીલ બાદ વિદેશી રોકાણકારો (FII) ફરી એકવાર ભારતીય બજારમાં મોટાપાયે ખરીદી શરૂ કરી શકે છે, જે બજારને આગામી દિવસોમાં ૨૭,૦૦૦ ના સ્તર સુધી લઈ જઈ શકે છે.

Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Karnataka Petrol Ethanol Blending કર્ણાટકમાં પેટ્રોલમાં ૩૧ ટકા એથનોલ હોવાના દાવાને ઓઇલ કંપનીઓએ નકાર્યો, ટેસ્ટિંગ પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
White House Security Breach સુરક્ષામાં મોટી ચૂંક કે સાજીશ? વ્હાઇટ હાઉસ પાસે હથિયારો સાથે ઝડપાયેલા વેનેઝુએલાના શખ્સનો ચોંકાવનારો દાવો
Exit mobile version