ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર
આર્થિક સર્વે જાહેર કરાયા બાદ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી આવી છે.
સેન્સેક્સ 944.00 પોઇન્ટ વધીને 58,144.23 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 276.55 પોઇન્ટ વધીને 17,378.50 પર ટ્રેડ થઈ રહ્યો છે.
આર્થિક સર્વેમાં ગ્રોથના વધારે અંદાજથી શેરબજાર ખુશ લાગી રહ્યું છે.
આજે સવારમાં પણ શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું.
