Site icon

કામના સમાચાર / હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી નોટ, પરત મળશે પૂરા રૂપિયા: જાણો RBIનો નિયમ

 આ સમાચાર વાંચ્યા પછી તમને તમારી ફાટેલી નોટોને બદલે સારા કડકડતા નોટ મળશે. આરબીઆઈ (RBI) એ આ ટેપ ચોટાડેલી નોટ બદલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. ચાલો જાણીએ

Struggling To Use Torn Note? Here's How You Can Get It Exchanged In Your Nearest Bank

કામના સમાચાર / હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી નોટ, પરત મળશે પૂરા રૂપિયા: જાણો RBIનો નિયમ

News Continuous Bureau | Mumbai

How to exchange torn notes: જો તમારી પાસે ફાટેલી કે ટેપ કરેલી નોટ (Torn Notes) છે અને તમે તે નોટ કોઈ પણ જગ્યાએ ચલાવવામાં સક્ષમ નથી, કારણ કે દુકાનદાર તેને લેવાનો ઈનકાર કરે છે. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, આ કામના સમાચાર વાંચ્યા પછી તમને તમારી ફાટેલી નોટોને બદલે સારા કડકડતા નોટ મળશે. એટલે કે હવે તમને ડેમેજ નોટ (Damage Note) ના બદલામાં ઓછી કિંમત લેવાની જરૂર નહીં પડે. હકીકતમાં અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, આરબીઆઈ (RBI) એ આ ટેપ ચોટાડેલી નોટ બદલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. ચાલો જાણીએ કે બેંકના નિયમો મુજબ તમે આ નોટો કેવી રીતે બદલી શકો છો અને તમને પૂરા રૂપિયા કેવી રીતે પરત મળી શકે છે. એટલે કે, તમે આ ટેપ ચોટાડેલી નોટને કેવી રીતે માન્ય બનાવી શકો છો.

Join Our WhatsApp Community

ફાટેલી નોટો પર RBI નો નિયમ

આરબીઆઈ (RBI) નું કહેવું છે કે, જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકાય છે અને તેના માટે બેંક તમારી પાસેથી કોઈ ફી વસૂલતી નથી. પરંતુ જો નોટ ખરાબ રીતે બળી ગઈ હોય અથવા તેના ઘણા ટુકડા થઈ ગયા હોય, તો આવી નોટ બદલી શકાશે નહીં. રિઝર્વ બેંકના સર્ક્યુલર મુજબ, તમારી ફાટેલી નોટો બદલવાની એક નિશ્ચિત મર્યાદા છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટ બદલી શકે છે, પરંતુ તેની કુલ કિંમત 5,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તે જ સમયે, ખરાબ રીતે બળી ગયેલી, ફાટેલી નોટો બેંકમાં બદલી શકાતી નથી. કારણ કે, તે ફક્ત આરબીઆઈની ઇશ્યૂ ઓફિસમાં જ જમા કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી પંચ પછી હવે ઉદ્ધવ ઠાકરે પર ‘Twitter ની સ્ટ્રાઈક ‘; શિવસેનાના ટ્વિટર એકાઉન્ટનું નામ બદલાતા બ્લુ ટિક ગાયબ. 

બેંકની જવાબદારી

રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ એટીએમ (ATM) માંથી જો ખરાબ કે નકલી નોટ નીકળે છે તો તેની જવાબદારી બેંકની છે. જો નોટમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો બેંકના કર્મચારીઓ દ્વારા તેની તપાસ કરવી જોઈએ. જો નોટ પર સીરિયલ નંબર, મહાત્મા ગાંધીનો વોટરમાર્ક અને ગવર્નરના શપથ દેખાય છે તો બેંકે કોઈપણ સંજોગોમાં નોટ બદલવી પડશે.

નોટ જેટલી ફાટેલી, એટલી તેની કિંમત

તે તમારી નોટની સ્થિતિ અને નોટની કિંમત પર નિર્ભર કરે છે કે તમને પૂરા રૂપિયા પાછા મળશે કે નહીં. થોડી ફાટેલી નોટના કિસ્સામાં તમને પૂરા રૂપિયા મળે છે, પરંતુ જો નોટ વધુ ફાટેલી હોય તો તમને અમુક ટકા રૂપિયા પાછા મળશે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 2 હજાર રૂપિયાની નોટ છે, જેનો 88 ચોરસ સેન્ટીમીટર ભાગ હોવા પર તમને તેની પૂરી કિંમત મળશે. બીજી તરફ, જો 44 ચોરસ સેન્ટિમીટર હોવા પર તમને અડધી રકમ આપવામાં આવશે. એ જ રીતે 200 રૂપિયાની ફાટેલી નોટનું 78 ચોરસ સેન્ટિમીટર સુરક્ષિત હોય તો પૂરા રૂપિયા મળી જશે, પરંતુ 39 ચોરસ સેન્ટિમીટર પર અડધા રૂપિયા જ મળશે.

RBI MPC Meeting: લોન લેનારાઓ માટે રાહતના સમાચાર કે આંચકો? રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા EMI પર શું થશે અસર
Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ: ચાંદીમાં 5% અને સોનામાં ₹2,600થી વધુનો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Gold Silver Rates Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: રોકાણકારોમાં ફફડાટ, ચાંદીના ભાવમાં ગાબડું; જાણો આજના લેટેસ્ટ ભાવ
India Chabahar Port Decision 2026: શું ભારત પાછું હટ્યું? ચાબહાર બંદર માટે બજેટમાં શૂન્ય ફાળવણી, અમેરિકાનું દબાણ કે વ્યૂહાત્મક ફેરફાર? જાણો અંદરની વાત
Exit mobile version