Site icon

Subsidy : છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત સરકારે ‘મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ’ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૬૩૦૦ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

Subsidy : સુરત, રાજકોટ, મોરબી અને અમદાવાદના ઉદ્યોગ સાહસિકો યોજનાનો લાભ મેળવવામાં મોખરે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રનું રોજગાર-સર્જનમાં મહત્વનું પ્રદાન

Subsidy : Gujarat Government gives 6300 Cr as subsidy

Subsidy : Gujarat Government gives 6300 Cr as subsidy

News Continuous Bureau | Mumbai

Subsidy : મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. મતલબ કે, ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો(Entrepreneur) માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે.

Join Our WhatsApp Community

ગુજરાતમાં(Gujarat) સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો પુરાવો છે. આ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અપાતી આસિસ્ટન્ટ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ (મૂડી અને વ્યાજ સહાય)સબસીડીમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૬૩૧૦ કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. કોરોના કાળના કપરા સમયમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૧.૦૫ લાખથી વધુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને ગુજરાત સરકારે આર્થિકે ટેકો પૂરો પાડ્યો છે.

મહત્વની બાબત એ છે કે આ સહાય સબસીડી યોજનાનો સૌથી વધુ લાભ સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબીના ઉદ્યોગ સાહસિકોએ મેળવ્યો છે.

અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અર્થતંત્રની કરોડરજજુ સમાન – સૂક્ષ્મ, લધુ અને મઘ્યમ ઉધોગો માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. એ જાણીતી બાબત છે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રનું રોજગાર-સર્જનમાં પણ મહત્વનું પ્રદાન છે.

આ ક્ષેત્ર માટેની યોજનાઓ પૈકીની એક યોજના એટલે – આસિસ્ટન્ટ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ સબસીડી યોજના. એમ કહી શકાય કે કોરોના કાળ પછી રાજ્યના ઉદ્યોગ સાહસિકો માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

આ સમાચાર પણ વાંચો:   Raksha University : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ બે IT પ્રોફેસરોને ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના ક્ષેત્રમાં પ્રશંસનીય સંશોધન કાર્ય માટે પીએચડી પ્રમાણપત્રો એનાયત કર્યા

પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૧,૪૯૫ લાભાર્થીઓને રૂ. ૭૫૩.૧૧ કરોડની રકમ ચૂકવાઈ હતી, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં લાભાર્થીઓની સંખ્યા વધીને આજે ૨૨,૪૯૩ એ પહોંચી છે અને આ લાભાર્થીઓને ચૂકવાયેલી સહાયની રકમનો આંક રૂ. ૧૨૧૧. ૫૨ કરોડે પહોંચ્યો છે.

શહેરની દ્રષ્ટીએ જોઈએ તો સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબી આ યોજનાનો લાભ મેળવવામાં મોખરે રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતના ૪૫,૬૩૩ લાભાર્થીઓને રૂ. ૨૨૭૦.૧૩ કરોડ, રાજકોટના ૧૬,૩૩૬ લાભાર્થીઓને ૮૫૮.૬ કરોડની રકમ વ્યાજ સહાય તરીકે ચૂકવાઈ. તો અમદાવાદના ૧૬,૭૧૨ લાભાર્થીઓને વ્યાજ સહાય તરીકે ૭૭૩.૯૪ કરોડની ચૂકવણી થઈ જ્યારે મોરબીના ૪,૧૫૯ લાભાર્થીઓને રૂ. ૫૪૯.૯૬ કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

આમ, ગુજરાતના અર્થતંત્રમાં વાઇબ્રન્ટ ભૂમિકા ભજવતા MSME ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં MSMEક્ષેત્રમં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, કેમિકલ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેની રોજગાર-સર્જનમાં વિશેષ ભૂમિકા છે.

આ સમાચાર પણ વાંચો:  72 Hoorain : ‘બહત્તર હુરેં’ ટ્રેલર મુદ્દે CBFCનું નિવેદન

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version