Site icon

Success Story : 20 વર્ષની ઉંમરમાં કમાવી લીધા 1200 કરોડ! કોરોનાકાળમાં દરેક ઘર સુધી પહોંચી કંપની, 1 વર્ષમાં ઊભી કરી અબજોની કંપની

આદિત પાલીચા એવા છોકરાઓમાં છે જેમણે નાની ઉંમરમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આદિત પાલિચા તે કંપનીના CEO છે, જેનું 2022માં મૂલ્યાંકન 900 મિલિયન ડોલર એટલે કે 7300 કરોડને વટાવી ગયું હતું.

Earned 1200 crores at the age of 20

Earned 1200 crores at the age of 20

News Continuous Bureau | Mumbai

આદિત પાલીચા એવા છોકરાઓમાં છે જેમણે નાની ઉંમરમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આદિત પાલિચા તે કંપનીના CEO છે, જેનું 2022માં મૂલ્યાંકન 900 મિલિયન ડોલર એટલે કે 7300 કરોડને વટાવી ગયું હતું. ખાસ વાત એ છે કે માત્ર એક વર્ષની અંદર આ છોકરાએ તેના મિત્ર સાથે મળીને અબજોની કંપની ઉભી કરી. ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zepto 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
2001માં મુંબઈમાં જન્મેલા આદિત પાલીચાએ માત્ર 17 વર્ષની ઉંમરે આંત્રપ્રિન્યોરશિપ શરૂ કરી હતી. તેણે GoPool નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂર્ણ કરવા માટે યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો, પરંતુ તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોર્સ અધવચ્ચે જ છોડી દીધો હતો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: રેસિપી / ઘરે જ બનાવો કંદોઈ જેવા માવા પેંડા, નોંધી લો આ સરળ રેસિપી

1 મહિનાની અંદર કરોડોમાં પહોંચ્યો કંપનીનો બિઝનેસ

આદિતે તેના મિત્ર કૈવલ્ય વોહરાની સાથે એપ્રિલ 2021માં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zepto શરૂ કર્યું. સ્ટાર્ટઅપ શરૂ કર્યાના 1 મહિનાની અંદર, કંપનીનું વેલ્યુએશન 200 મિલિયન ડોલર થઈ ગયું. કોરોના મહામારી દરમિયાન, તેણે 10 મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરવા માટે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તેનો કોન્સેપ્ટ ખૂબ સફળ રહ્યો.

આદિત પાલીચાના મિત્ર અને કંપનીના કો-ફાઉન્ડર કૈવલ્ય વોહરાની વાર્તા પણ આવી જ છે. બંનેએ તેમનો સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સ્ટેનફોર્ડથી અધવચ્ચેથી બહાર નીકળી ગયા. જો કે, અગાઉ બંનેએ કિરંકાર્ટ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું પરંતુ તેઓને તેમની પ્રોડક્ટ બજારમાં યોગ્ય ન લાગતાં તેને બંધ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો: કોરોનાનો ભય હજુ ગયો નથી! 10,542 નવા કેસ આવ્યા, સક્રિય દર્દીઓની સંખ્યા 63,562

કોરોના મહામારીમાં ચાલી પડ્યો બિઝનેસ આઈડિયા

2021 માં બંને મિત્રોએ સાથે મળીને Zepto શરૂ કર્યું. તેના માટે 2021 માં તેમણે 86 ગ્રોસરી સ્ટોર્સ સાથે સહયોગ કર્યો અને 10 લાખ ઓર્ડર આપ્યા. કંપનીના લોન્ચના 5 મહિનાની અંદર વેલ્યુએશન 570 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું. આ સફળતા માટે આદિત પાલીચા અને કૈવલ્ય વોહરાને હુરુન લિસ્ટ અંદર 30 આંત્રપ્રિન્યોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. 

હાલમાં Zepto ભારતના 10 મોટા શહેરોમાં કાર્યરત છે. કંપનીમાં 1,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તે પ્લેટફોર્મ પર 3,000 પ્રોડક્ટ્સની ડિલીવરી કરે છે. જેમાં ફળો, શાકભાજીથી લઈને કરિયાણાની વસ્તુઓનો સમાવેશ થાય છે. ઝેપ્ટોની વિશેષતા તેની ઝડપી ડિલિવરી સર્વિસ છે. તે સામાન્ય રીતે 10 થી 15-16 મિનિટની અંદર ડિલીવરી કરી દે છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version