ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સુચના મોકલાવી છે કે ચેક બાઉન્સિંગ કેસ માટે વિશેષ અદાલતની રચના કરવામાં આવે. પોતાની વાતને પીઠબળ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેટલા કેસ પેન્ડિંગ છે તેમાંથી ૩૦થી ૪૦ ટકા કેસ માત્ર ચેક બાઉન્સ ના છે. જો આ વિશેષ ભારણ કોર્ટ પરથી ખસેડી નાખવામાં આવે તો ન્યાયપાલિકા વધુ ઝડપથી કેસોનો નિકાલ લાવી શકે તેમ છે.
સુપ્રીમ કોર્ટની આ સૂચન પર કેન્દ્ર સરકારે સંભવિત જજ ના નામો મંગાવ્યા છે. હવે આ મામલે એવી શક્યતા દેખાઈ રહી છે કે ટૂંકમાં જ વિશેષ અદાલત બની જશે.
ઉલ્લેખનીય છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના section 138 પ્રમાણે ચેક આપ્યા બાદ જો તે બાઉન્સ થઇ જાય તો તેનો કેસ બને છે. જોકે આ કેસ વર્ષોના વર્ષ ચાલ્યા રહે છે અને તેનો નિવેડો આવતો નથી. આથી આ મામલે એક નવી અદાલત બને એવી શક્યતા નિર્માણ થઇ છે.
