Site icon

અમદાવાદ, રાજકોટ, મુંબઈના વેપારીઓ દ્વારા વિઝિટ કરાઈ, સુરતમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં વેપારીઓ દ્વારા શો-રૂમ બુક કરાયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 હવે ગુજરાત હીરા બુર્સ કમિટી સાથે સંકળાયેલા એસોસિએશનો મળીને તમામ ફોર્મની સ્ક્રુટીની કરશે અને ત્યાર બાદ પ્લાનિંગનું કામ શરૂ થશે. ટાર્ગેટ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં મોલનું કામ પૂર્ણ કરીને કાર્યરત કરવામાં આવશે. દરેક ફ્લોરની શોપનું ચિટ્‌ઠી ઉછાળીને અથવા તો હરાજી કરીને એલોટમેન્ટ કરવામાં આવશે. કમિટી બન્યા બાદ જાે કોઈ નવી પદ્ધતિ બતાવશે તો તેના વિશે પણ વિચારવામાં આવશે. જ્વેલર્સોએ વેપારીઓ સાથે મિટિંગ કરવા કોન્ફરન્સ રૂમ, બિઝનેસ મિટિંગ રૂમ, ઓડિટોરીયમ બનાવવા પણ માંગણી કરી હતી. જેનું પ્લાનિંગમાં ધ્યાન રખાશે. આ ઉપરાંત ગ્રાહકો સાથે આવનારા બાળકો માટે પ્લે-એરિયા રેસ્ટોરન્ટ અને હોટલનું પણ નિર્માણ કરાશે. મોલમાં શોપ માલિકોની કમિટી જ સંચાલન કરે તે રીતે માળખું તૈયાર કરાશે.ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કની ૫૦ હજાર સ્ક્વેર મીટર જગ્યામાં વર્લ્‌ડ ક્લાસ જ્વેલરી મોલ બનાવાશે. રવિવારે સાઈટ વિઝિટમાં મુંબઈ, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાંથી ૪૦૦ લોકો જાેડાયા હતા, જેમની પાસેથી સૂચનો મેળવાયા હતા. સ્થળ પર જ ૫૦૦થી વધુ બુકિંગ ફોર્મ વેચાઈ ગયા હતા. ૮૫૦ કરોડના ખર્ચે ૮.૫૦ લાખ સ્કેફૂટમાં બનનારા આ મોલના ૪ માળ હશે. પાર્કમાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને ગુજરાત હીરા બુર્સે ૮ હજાર વાર જગ્યા આપી છે, જેમાં કોમન ફેસિલિટી સેન્ટર બનાવી જ્વેલર્સને નવી ટેકનોલોજી સહિતની સુવિધા અપાશે. મોલમાં નાના જ્વેલર્સ માટે નાની-શોપના સજેશન મુદ્દે બુર્સના સેક્રેટરી નાનુ વાનાણીએ કહ્યું કે, ‘ડિમાન્ડ હશે તો ૪૦૦થી ૫૦૦ ફૂટની શોપ માટે અલગથી બિલ્ડિંગ બનાવાશે.’ બુલિયન એસોના નૈનેષ પચ્ચિગર કહે છે કે, ‘અમારાં ગ્રુપના ૮ લોકોએ ૧-૧ હજાર સ્ક્વેરફૂટના શોરૂમ્સ માટે બુકિંગ કરાવી લીધુ છે. જ્વેલરી મોલને વર્લ્‌ડ ક્લાસ બનાવાશે. જે માટે સૌથી પહેલા રસ ધરાવનારા જ્વેલર્સ પાસેથી સજેશન મંગાવવામાં આવશે, ત્યાર બાદ ઈન્ટરનેશનલ લેવલનું રિસર્ચ અને સંશોધન કરીને બનાવવામાં આવશે. મોલની શોપની કિંમત હજી નક્કી નથી. પરંતુ નહીં નફો નહીં નુકસાનના ધોરણે બનાવાશે. ગ્રાઉન્ડ ફ્લોર, પહેલો, બીજાે, ત્રીજાે અને ચોથો માળ એમ ચારેય માળની દરેક શોપની કિંમત અલગ અલગ હશે.

મેડકાર્ટ ફાર્મસી ૨૦૨૩ સુધીમાં આટલા સ્ટોર્સ ખોલશે

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version