Site icon News Continuous Bureau | Mumbai

જીએસટી દર ઘટાડવામાં નહીં આવે તો સુરતના વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

સુરતના સાંસદ અને કપડા મંત્રી દર્શના જરદોષ પણ આ મુદ્દા પર ટેક્ષટાઇલ ઉધોગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સ્થાનિક રિપ્રેઝન્ટેશન કમિટીની લાગણી અને માગણી નાણામંત્રી ર્નિમલા સીતારમન સુધી પહોંચાડવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે . ગઇ તા . ૧ લી ડિસેમ્બરના રોજ સુરતના કપડા ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મળ્યું હતું . તેમના કહેવા પ્રમાણે ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્ષટાઇલ ઉદ્યોગના અન્ય સ્ટેક હોલ્ડર્સ દ્વારા આગામી અઠવાડિયાના અંતમાં સુરતના સાંસદ દર્શના જરદોષ , સી.આર.પાટીલ તેમજ પ્રભુ વસાવાને મળીને જીએસટીના નવા દરથી ટેક્ષટાઇલ ઉદ્યોગને શું નુકસાન થઈ રહ્યું છે તેનાથી વિગતવાર વાકેફ કરશે . ઘણુંખરું આ અઠવાડિયામાં સુરત સમેત દેશભરના કપડા ઉદ્યોગના સ્ટેક હોલ્ડર્સના આગેવાનો સાથે દિલ્હીમાં નાણામંત્રી , મુલાકાત વાણિજ્યમંત્રીની સાથે ગોઠવાશે. અને ત્યાં તેમને સંપૂર્ણ ડેટા સાથે જીએસટીનો વર્તમાન દર કેમ યોગ્ય છે તેમજ ૧૨ ટકા જીએસટીનો નવો દર કેમ નુકસાનકારક બનશે તે અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે . કેન્દ્રના ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષે આ મુદ્દા પર કેન્દ્ર સરકારમાં ઉદ્યોગો વતી રજૂઆત કરવા માટે બાંહેધરી આપી છે .જાે જીએસટીનો દર ઘટાડવામાં નહીં આવે તો પછી ૧૫ ડિસેમ્બરથી વેપારીઓ દ્વારા આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી છે . તથા વેપારીઓ કાળી પટ્ટી પહેરી દુકાને જશે . અને સાંકેતિક વિરોધ પણ નોંધાવશે . હવે ૧૫ ડિસેમ્બરથી રામધૂન , કેન્ડલમાર્ચ , સદ્‌ગુદ્ધિ યજ્ઞ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂકરાશે . કેન્દ્રના ટેકસટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશે ચેમ્બરના યાર્ન – એક્ષપોને સંબોધતા કહ્યું હતું કે , જીએસટીનો દર ટેકસટાઇલની વેલ્યુ ચેનમાં ૫ થી ૧૨ ટકા કરવા માટે સરકારે સ્ટેક હોલ્ડર સાથે બેઠક યોજી ર્નિણય લીધો છે . સુરતમાં બે ચાર આગેવાનો વેલ્યુ ચેઇનના સ્ટોક હોલ્ડર નથી . તેમણે કહ્યું હતું કે , જીએસટીના દરને લઇ ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ પણ સરકાર જ લાવશે . જાેકે તેમના આ નિવેદનને પગલે એવો મેસેજ ગયો છે કે ફિઆસ્વી , ફોગવા , ફોસ્ટા સહિતના સંગઠનો એમએમએફની વેલ્યુ ચેઇનના સ્ટેક હોલ્ડરો નથી . નવાઇની વાત એ છે કે એમએમએફ પર જીએસટીનો દર નકકી કરતા પહેલાં ફિઆસ્વીના ચેરમેન અને કેન્દ્રની ટેક્સટાઇલ કમિટીના સભ્ય ભરત ગાંધી , ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ , ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા તથા અન્ય સંગઠનોએ બેઠક માટે કોઇ આમંત્રણ આપવામાં આવ્યું નથી . સુરતમાંથી એકમાત્ર મોટા ગજાના યાર્ન ડિલરને તેડાવી સમગ્ર ટેકસટાઇલ ઉદ્યોગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો  તેને લઇ સુરતના કાપડ ઉદ્યોગમાં નારાજગી જાેવા મળી છે .

 

 ઈ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU કરનારી રાજય સરકાર સામે CAITએ વ્યક્ત કરી નારાજગી; જાણો વિગત

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version