Site icon

હવે ફૂડ ડિલિવરી કરતી આ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારીમાં, આટલા હજાર કરોડ રૂપિયાનો IPO લાવશે. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

બુધવાર,

હોમ ડિલિવરી કરમાં સ્વીગી અને ઝોમેટો અગ્રેસર કંપની ગણાય છે. હવે સ્વિગી પણ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. સ્વિગી લગભગ  6,000 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે.

મળેલ અહેવાલો અનુસાર સ્વિગીએ તાજા ફંડિગ રાઉન્ડમાં તેનું મૂલ્ય 10.7 બિલિયન આંક્યું છે, જે તેનાથી બમણું છે. સ્વિગી પોતાને માત્ર ફૂડ ડિલિવરી જ નહીં પરંતુ લોજિસ્ટિક્સ કંપની તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે. કંપનીએ IPO લોન્ચ કરતા પહેલા સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

હિજાબ પહેરવા પર વચગાળાની રોકમાં કોઈ પણ રાહત આપવાનો હાઈકોર્ટનો ઈનકાર; આ છે કારણ; જાણો વિગતે

2021 માં, સ્વિગીની હરીફ Zomato સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. ઝોમેટોને શેરબજારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે લિસ્ટિંગ પછી Zomato એ અત્યંત નિરાશાજનક કામગીરી દર્શાવી છે. Zomatoનો IPO શેર દીઠ રૂ. 76ના ભાવે આવ્યો હતો. 169 રૂપિયામાં ગયા બાદ હવે તે 80 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ઓર્ડર વેલ્યુમાં કંપનીની ત્રીજા ક્વાર્ટરની વૃદ્ધિ નિરાશાજનક રહી છે. 

સ્વિગી અને ઝોમેટોના વેચાણની સરખામણી કરતા, સ્વિગીએ ડિસેમ્બરમાં $250 મિલિયનનું વેચાણ નોંધાવ્યું હતું, જ્યારે ઝોમેટોએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં $733 મિલિયનનું વેચાણ નોંધાવ્યું હતું.

ભારતમાં ફૂડ ડિલિવરી બિઝનેસ હોય, ગ્રોસરી ડિલિવરી બિઝનેસે કોરોના મહામારી દરમિયાન જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે. સ્વિગીએ ઝડપી કોમર્સ ડિલિવરી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જેમાં પહેલાથી જ ટાટા ગ્રૂપના બિગ બાસ્કેટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version