Site icon

શેર ધારકો માટે સારા સમાચાર, ભારતીય શેર માર્કેટમાં આજથી T+1 સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ, જાણો તેના ફાયદાઓ

Market Updates : Nifty, Sensex open in red amid weak global cues

સતત બીજા દિવસે શેરબજારમાં કડાકો, વૈશ્વિક દબાણ સામે આટલા સેન્સેક્સ નિફ્ટી તૂટીને ખૂલ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શુક્રવાર,

ભારતીય શેર બજારમાં આજથી T+1 સેટલમેન્ટ પ્રોસેસ શરૂ થવા જઈ રહી છે. આ પદ્ધતિ લાગુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો છે. હજી સુધી અમેરિકાના શેર બજારોમાં પણ આ T+1 સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ નથી થઈ. ત્યારે આવો જાણીએ T+1 સેટલમેન્ટ પ્રક્રિયામાં શું છે અને કઈ રીતે શેર ખરીદ-વેચાણ કરતા લોકોને ઉપયોગી થશે. 

અહીં ઉલ્લેખનીય છે કે શેર બજારમાં બે પક્ષ હોય છે. એક શેર વેચનાર અને બીજો શેર ખરીદનાર. જ્યારે ખરીદકર્તા શેર ખરીદે છે અને વેચાણકર્તા શેરના પૈસા મેળવે છે, ત્યારે આ સેટલમેન્ટ સાઇકલ પૂર્ણ થઈ ગણાય છે. ભારતમાં હાલમાં રોલિંગ સેટલમેન્ટ પ્રક્રિયા  T+2 ના સિદ્ધાંત પર આધારિત છે.

યુક્રેનમાં ભારતનું 'મિશન એરલિફ્ટ', મોદી સરકારે યુદ્ધના ક્ષેત્રમાંથી ભારતીયોને બહાર કાઢવા મોદી સરકારે ઘડ્યો આ પ્લાન ; જાણો વિગત

T+1 સેટલમેન્ટ પ્રક્રિયા સમજતાં પહેલાં એ સમજો કે હાલ ભારતના શેર માર્કેટમાં કઈ પ્રક્રિયાથી શેરની લે-વેચ થાય છે. અત્યારે ભારતના શેરબજારમાં શેરના ખરીદ-વેચાણમાં T+2 એટલે કે રોલિંગ સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ છે. રોલિંગ સેટલમેન્ટના સિદ્ધાંત અનુસાર ટ્રેડ કર્યા બાદના દિવસોમાં ટ્રેડનું સેટલમેન્ટ કરવામાં આવે છે. T+2 સેટલમેન્ટ સૂચવે છે કે, બીજા વર્કિંગ દિવસ બાદ ડીલ્સ બંધ રાખવામાં આવે છે. આ કારણોસર જો કોઈ રોકાણકાર બુધવારે ટ્રેડ કરે છે તો તે શુક્રવારે બંધ થઈ જશે. જો ટ્રેડ શુક્રવારે કરવામાં આવે તો બ્રોકરે શુક્રવારે જ શેરના પૈસાની ચૂકવણી કરવાની રહેશે, પરંતુ શેર મંગળવારે એકાઉન્ટમાં ડિપોઝિટ થશે.

શેર માર્કેટમાં લિક્વિડિટી જળવાઈ રહે તે માટે હવે T+1 સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયા તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં T+2 સેટલમેન્ટમાં બીજા દિવસે જે શેરની ચૂકવણી કરાતી હતી તે હવે T+1 સેટલમેન્ટ પ્રક્રિયા મુજબ શેરની લે-વેચના 24 કલાકની અંદરના સમયમાં શેર ખાતામાં આવી જશે. આજે 25 ફેબ્રુઆરીથી માર્કેટ વેલ્યૂના આધારે નીચલી કક્ષાના 100 શેરથી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ તેમાં 500 શેર ઉમેરવામાં આવશે. માર્ચ 2022ના છેલ્લા શુક્રવાર અને ત્યારબાદ દર મહિને T+1 સેટલમેન્ટ મુજબ શેરનું ખરીદ વેચાણ થશે.

જમ્મુ-કાશ્મીર આ જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને માર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો, વધુ તપાસ ચાલુ
 

માર્કેટના નિષ્ણાતોના મતે, T+1 સેટલમેન્ટ લાગુ કરવાની વિચારણા એક સારું પગલું છે. ટૂંકા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છતા રોકાણકારોને ફાયદો થશે. T+1 સેટલમેન્ટ લાગુ થવાને કારણે રિટેઈલ પાર્ટિસિપેશન અને ઈક્વિટી માર્કેટમાં રોકાણમાં વધારો થઈ રહ્યો છે. T+1 સેટલમેન્ટના કારણે રિટેઈલ રોકાણકારોને મોટાપાયે ફાયદો થશે અને શેર માર્કેટમાં લિક્વિડિટીમાં વધારો થવાની શક્યતા છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version