Site icon

TATA Group: 70 વર્ષ બાદ રતન ટાટા વેચી શકે છે આ કંપની, રૂ.27000 કરોડની વેલ્યૂ.. બજારમાં ચર્ચાનું બજાર ગરમ. શું થશે રોકાણકારોનું…

TATA Group: ટાટા ગ્રુપનું વોલ્ટાસ હોમ એપ્લાયન્સ એ હોમ એપ્લાયન્સ ક્ષેત્રની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે. વોલ્ટાસ ખાસ કરીને એર કંડિશનર અને વોટર કૂલર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. પરંતુ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ટાટા ગ્રુપ વોલ્ટાસ કંપનીને વેચવાની તૈયારી કરી રહ્યું છે.

TATA Group After 70 years, Ratan Tata can sell this company, the value of Rs.27000 crores..

TATA Group After 70 years, Ratan Tata can sell this company, the value of Rs.27000 crores..

News Continuous Bureau | Mumbai

TATA Group: ટાટા ગ્રુપ ( Tata Group ) હોમ એપ્લાયન્સ ( Home Appliance ) બિઝનેસથી અલગ થવાનું વિચારી રહ્યું છે. અહેવાલ અનુસાર, ટાટા ગ્રુપે પોતાની લગભગ 70 વર્ષ જૂની કંપની વોલ્ટાસ ( Voltas ) ને વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. નિષ્ણાતોના મતે, કંપની મેનેજમેન્ટને લાગે છે કે આ બજાર એકદમ સ્પર્ધાત્મક બની ગયું છે. હવે આ બિઝનેસને આગળ વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે ટાટા ગ્રૂપનું મેનેજમેન્ટ આ બિઝનેસને વેચવાની શક્યતાઓ પર ચર્ચા કરી રહ્યું છે. તો બીજી તરફ, આ સોદામાં તેના સંયુક્ત સાહસ આર્સેલિક એએસને ( Arcelic AS ) સામેલ કરવા કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

Join Our WhatsApp Community

અત્યારે સમગ્ર વાતચીત પ્રાથમિક તબક્કામાં છે. ટાટા ગ્રૂપ લાંબા ગાળા માટે સંપત્તિને પોતાની પાસે રાખવાનું પણ નક્કી કરી શકે છે. આ મામલે ટાટા ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ચાલુ વર્ષમાં કંપનીના શેરમાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપ લગભગ 27 હજાર કરોડ રૂપિયા છે. 1954માં સ્થપાયેલ વોલ્ટાસ એર કંડિશનર અને વોટર કૂલર્સ તેમજ કોમર્શિયલ રેફ્રિજરેશન યુનિટ્સનું ઉત્પાદન કરે છે. કંપની ભારત, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં હાજરી ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023: આશા અમર છે. પાકિસ્તાનને બેંગ્લુરુ મેચથી મોટી આશા, જો આમ થયુ તો ભારત સામે સેમીફાઈનલમાં ટકરાશે?

કંપનીના શેરમાં ઘટાડો…

કંપની ભારતમાં આર્સેલિક સાથે સંયુક્ત સાહસ પણ ધરાવે છે અને તેણે સ્થાનિક બજારમાં વોલ્ટાસ બેકો બ્રાન્ડ હેઠળ ઘરેલું ઉપકરણોની શ્રેણી પણ લોન્ચ કરી છે. વોલ્ટાસ બેકોએ વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ 96.7 અબજ રૂપિયા ($1.2 બિલિયન)ની આવક ઊભી કરી છે. કંપનીના બીજા ક્વાર્ટરના અહેવાલ મુજબ, 30 સપ્ટેમ્બર સુધીમાં રેફ્રિજરેટર માર્કેટમાં વોલ્ટાસ બેકોનો હિસ્સો 3.3 ટકા અને વોશિંગ મશીન માર્કેટમાં હિસ્સો 5.4 ટકા હતો.

જો આજે કંપનીના શેરની વાત કરીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE પાસેથી મળેલા ડેટા અનુસાર, તે 1.68 ટકાના ઘટાડા સાથે રૂ. 813.50 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે આજે કંપનીના શેર પણ રૂ.812ના દિવસના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. કંપનીના શેર આજે ફ્લેટ રૂ. 827.90 પર ખુલ્યા હતા. કંપનીની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 933.50 છે જે 3 માર્ચ 2023ના રોજ જોવા મળી હતી. જ્યારે 27 જાન્યુઆરીએ કંપનીએ રૂ. 737.60ની 52 સપ્તાહની નીચી સપાટી જોઈ હતી.

Stock Market Bullish: ધનતેરસ પહેલા જ શેરબજારમાં ‘દિવાળી’: નિફ્ટી 25500 ને પાર, આ બે સ્ટોક્સ માં આવી રોકેટ જેવી તેજી
RBI Governor Sanjay Malhotra: ટ્રમ્પના ટેરિફ સામે RBI ગવર્નરનો સંદેશ: અમેરિકામાં કહ્યું – ભારતના ફંડામેન્ટલ્સ મજબૂત છે, મોટો ખતરો નથી
Silver Price: બજાર નિષ્ણાતનું નિવેદન,ચાંદીની કિંમત ₹2.40 લાખને સ્પર્શશે, ખરીદી લેજો નહીંતર…
Adani Sahara Deal: સહારાની પ્રોપર્ટીઝ પર અદાણીની નજર, આટલી મિલકતો ખરીદીને રોકાણકારોના પૈસા પરત કરવાની યોજના
Exit mobile version