Site icon

ટાટા સ્ટીલ લાવી રહ્યું છે દુનિયાના કોઈ પણ ખૂણેથી કામ કરોની પોલિસી.. આ કર્મચારીઓને મળશે નવી નીતિનો  લાભ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020 
ટાટા સ્ટીલ આ મહિનામાં Work From Anywhere (ઘરેથી અથવા દુનિયાના કોઈપણ ખુણેથી કામ કરી શકોની)  પોલિસી લાવવા જઈ રહી છે. જેથી કર્મચારીઓ એ પ્રત્યક્ષ રૂપે ઓફિસમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં. 


કોરોના કાળમાં મોટાભાગના કર્મચારીઓએ ઘરેથી જ કામ કર્યું છે. પરંતુ ઘણી કંપનીઓ હવે તેને સ્થિર કરવા જઈ રહી છે. દેશની સૌથી મોટી સ્ટીલ કંપનીઓ પૈકી એક ટાટા સ્ટીલ ચાલુ મહિને Work from anywhere પોલિસી લાવવાની છે. આ સિસ્ટમ કોવિડ -19 રોગચાળાના અંત પછી પણ ચાલુ રહેશે.
હાલ કંપનીના 7000 કર્મચારી ઓફિસમાં કાર્યરત છે. શરૂઆતમાં આ ઓફિસના 10% સ્ટાફને નવી Work from anywhere પોલિસીનો લાભ મળશે. બાદમાં આ જ સંખ્યા વધારીને 30 ટકા કરવામાં આવશે. જેથી કંપનીને રિયલ એસ્ટેટ ખર્ચમાં ભારે બચત થશે. 
બાકીના ઓફિસ કર્મચારીઓને અનલિમિટેડ વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન આપવામાં આવશે. પરંતુ તેના માટે શરત એ રહેશે કે તેઓ તે જ શહેરમાં રહેશે જ્યાં તેમને નોકરી મળી છે.
@ કયા કર્માચીઓને મળશે આ સુવિધાનો લાભ… 
ટાટા સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટએ  જણાવ્યું હતું કે, 'અમારે ત્યાં જે પ્રકારનું કામ થાય છે તેમાં ફિઝિકલ પ્રઝેન્સ જરૂરી હોય છે, પરંતુ કોવિડ -19 પછી 40-50 ટકા કર્મચારીઓએ ઓફિસમાં આવવાની જરૂર રહેશે નહીં. શરૂઆતમાં આઇટી સપોર્ટ, ડિજિટલ માર્કેટિંગ, સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ, પ્રૉક્યોરમેન્ટ, ક્વોલિટી મેનેજમેન્ટ, સેલ્સ અને એચઆરને Work from anywhere મોડલમાં શિફ્ટ કરવામાં આવશે.'
જ્યારે બાકીના 20થી 30 ટકા કર્મચારીઓને શહેરમાં જ ગમે ત્યાંથી કામ કરવાની છૂટ મળી શકે છે. કંપની પણ આ ઓપરેશન્સમાં રોકાયેલા કર્મચારીઓને આ નવા મોડલ માટે સક્ષમ બનાવવા ટ્રેનિંગ આપવા કાર્યરત છે. અમે કર્મચારીઓને ડિજિટલી સક્ષણ બનાવી રહ્યા છે. જેથી તેઓ મશીનો અને ફેક્ટરીથી દૂર રહીને પણ સંચાલન કરી શકે.

Join Our WhatsApp Community
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version