News Continuous Bureau | Mumbai
Tata Group Market Cap: ટાટા ગ્રૂપ, દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ જૂથોમાંનું એક છે. તેમણે એક એવો રેકોર્ડ હાંસલ કર્યો છે જે અત્યાર સુધી દેશના દરેક બિઝનેસ જૂથનું ( Tata Group ) સ્વપ્ન હતું. મીઠાથી લઈને સોફ્ટવેર સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતા ટાટા ગ્રુપે શુક્રવારે $400 બિલિયનનું માર્કેટ કેપ હાંસલ કર્યું છે. આ આંકડાને સ્પર્શનાર તે હાલ ભારતમાં પ્રથમ બિઝનેસ ગ્રુપ બની ગયું છે. દેશનું પ્રખ્યાત અંબાણી ગ્રુપ અને અદાણી ગ્રુપ પણ હજુ સુધી આ આંકડાને સ્પર્શી શક્યા નથી.
મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રુપ $277 બિલિયનના માર્કેટ કેપ ( Market Cap ) સાથે બીજા સ્થાને છે. અદાણી ગ્રૂપ 206 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે ત્રીજા સ્થાને છે. ભારતના આ ત્રણ મોટા બિઝનેસ ગ્રુપનું માર્કેટ કેપ ( Stock Market ) 884 બિલિયન ડોલર છે. ટાટા ગ્રૂપની 26 લિસ્ટેડ કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેમની માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનો વધારો કર્યો છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ જૂનથી અત્યાર સુધીમાં 15.4 ટકા વધ્યું છે. શુક્રવારે બજાર ( Tata Group Stock Market ) બંધ થયું ત્યાં સુધીમાં તે અંદાજે $401 બિલિયન (રૂ. 33.6 લાખ કરોડ) થઈ ગયું હતું. વૈશ્વિક આર્થિક મંદી હોવા છતાં, ટાટા જૂથે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી હાલ સૌને ચોંકાવી દીધા હતા.
Tata Group Market Cap: ટાટા ગ્રૂપના માર્કેટ કેપને સૌથી વધુ ફાયદો IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસથી થયો છે….
ટાટા ગ્રૂપના માર્કેટ કેપને સૌથી વધુ ફાયદો IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ( TCS ) થી થયો છે. ટાટા ગ્રુપના કુલ માર્કેટ કેપમાં તેનો હિસ્સો લગભગ 47 ટકા છે. હાલ TCSનું માર્કેટ વેલ્યુ ( TCS Market Cap ) 190 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. કંપનીના શેર રૂ. 4,422.45ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે. TCSનું આ પ્રદર્શન નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ ક્ષેત્રોના બળ પર રહ્યું છે. જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, ત્રિમાસિક ગાળાના અંતે TCSની આવકમાં વેગ મળ્યો છે. જેપી મોર્ગને TCS પર ઓવરવેઈટ રેટિંગ આપ્યું છે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે તેની કિંમત 4,600 રૂપિયા સુધી પહોંચી શકે છે. જેપી મોર્ગને કહ્યું કે અમે નાણાકીય વર્ષ 2025-27 દરમિયાન આવકમાં 1 થી 2 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
આ સમાચાર પણ વાંચો : Vidhansabha Election: વિધાનસભા ચૂંટણી પહેલા અજીત દાદાને ઝટકા પર ઝટકા! રાજ્ય બહારના એક નેતાએ પણ છોડી દીધો સાથ
ટીસીએસ બાદ ટાટા ગ્રુપની બીજી સૌથી મોટી કંપની ટાટા મોટર્સ પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહી છે. માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઓટોમોબાઈલ કંપનીના શેરમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો. નોમુરાના મતે જગુઆર લેન્ડ રોવરના આધારે ટાટા મોટર્સનો નફો વધુ વધશે. ટાટા ગ્રુપને ટાઇટન અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓનો પણ ફાયદો થયો છે. બ્લૂમબર્ગના મતે ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં આ ચાર કંપનીઓનો હિસ્સો લગભગ 75 ટકા રહ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)