Site icon News Continuous Bureau | Mumbai

ટાટા મોટર્સની 15 લાખની ઇલેક્ટ્રિક કાર ‘નેક્સન ઇવી’ ભાડે લો, ચલાવો અને જમા કરાવી દો.. ખરીદવાને બદલે માત્ર ભાડું ભરો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

08 ઓગસ્ટ 2020

ટાટા મોટર્સે તેની ઇલેક્ટ્રિક કાર 'નેક્સન ઇવી' માટે સબ્સ્ક્રિપ્શન યોજના શરૂ કરી છે. કંપનીનું કહેવું છે કે તે એવા ગ્રાહકો માટે એક આકર્ષક યોજના છે કે જેઓ થોડા સમય માટે શહેરમાં રહેતા હોય અને તેમને કારની જરૂર હોય પરંતુ થોડા સમય માટે કાર ખરીદવાની ઇચ્છા ન હોય. તમે 15 લાખ રૂપિયાથી વધુની ટાટા મોટર્સ કાર ભાડેથી ચલાવી શકો છો. કંપની તેને ગ્રાહકોને ભાડે આપી રહી છે.

કંપની પાસે હાલમાં 18 મહિના, 24 મહિના અને 36 મહિનાની મેમ્બરશીપ છે. જો કોઈ ગ્રાહક તાતા નેક્સન ઇલેક્ટ્રિક કારને 18 મહિના માટે ભાડે લેવાં માંગતો હોય, તો તેણે દર મહિને 47,900 રૂપિયા ચૂકવવા પડશે.. 24-મહિનાની સબ્સ્ક્રિપ્શન યોજના માટે દર મહિને રૂ. 44 44,900 ચૂકવવા પડશે અને 36 મહિનાના સબ્સ્ક્રિપ્શન ઉપર દર મહિને 41900 ચૂકવવા પડશે. મુદત પૂરી થયાના અંતે, ગ્રાહકો કાં તો તેમની મુદત લંબાવી શકે છે અથવા કાર કંપનીમાં પરત આપી શકે છે.

કંપનીનું કહેવું છે કે આ યોજનાથી ઇલેક્ટ્રિક કારની લોકપ્રિયતામાં વધારો કરશે. ગ્રાહકે માસિક ભાડા સિવાયના કોઈપણ વધુ છુપા ચાર્જ ચૂકવવાના નથી. તેઓએ માત્ર કારની બેટરી ચાર્જ કરવાની છે. આ ટાટા કાર એકવર ચાર્જ કરવાથી 312 કિ.મી દોડી શકે છે. તેમાં 30.2 કેડબલ્યુની લિથિયમ આર્યન બેટરી છે. આ બેટરી 8 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.

સ્પીડની વાત કરીએ તો આ કાર માત્ર 9.9 સેકન્ડમાં 0 થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે. દિલ્હીમાં ટાટા નેક્સન ઇવીની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 13.99 લાખ છે, જ્યારે તમામ ટેક્સ સહિતની કિંમત આશરે 15,63,997 રૂપિયા છે. ટોપ વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 15.99 લાખ રૂપિયા છે. નોંધનીય છે કે ટાટા મોટર્સની આ યોજના હાલમાં દેશના 5 મોટા શહેરોમાં ઉપલબ્ધ છે. જેમાં દિલ્હી / એનસીઆર, મુંબઇ, પુણે, હૈદરાબાદ અને બેંગાલુરુનો સમાવેશ થાય છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version