ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સના શેરમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે.
એક અહેવાલ બાદ ટાટા મોટર્સનો શેર 10% સુધી ગગડ્યો હતો. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું કે ટાટા મોટર્સ JLRના એબીટા બીજા ત્રિમાસિકગાળામાં નેગેટીવ રહેવાની આશંકા છે.
સાથે જ ચિપ શોર્ટેજની સમસ્યા બીજા કવાર્ટરમાં પણ રહેશે. આશંકા છે કે બીજા ત્રિમાસિકગાળામાં ચિપની અછત પ્રથમ ત્રિમાસિકગાળા કરતા વધુ રહેશે.
આ સિવાય કંપનીના હોલસેલ વોલ્યુમ એટલે કે જથ્થાબંધ વેચાણ પણ અનુમાનના માત્ર 50% રહેશે,જે કંપનીના પ્રદર્શન પર અસર કરશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલના બંધ ભાવે ટાટા મોટર્સની માર્કેટ કેપિટલ 114899 કરોડ હતી,જે આજે ઘટીને 1.06.117 કરોડ થઈ છે.
કોરોનાની બીજી લહેર હજી પૂર્ણ થઈ નથી; સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ મહત્ત્વનું નિવેદન, જાણો વિગત
