Site icon

PM Surya Ghar : ટાટા પાવરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂ. 10000 કરોડનો બિઝનેસ મળી શકે છે.. શેરમાં પણ થશે સુધાર..

PM Surya Ghar: ટાટા પાવર કંપનીમાં પીએમ સૂર્ય ઘર યોજના ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકાર હાલ એક કરોડથી વધુ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માંગે છે. આવનારા 3 વર્ષમાં કંપનીનું ફોકસ આ સ્કીમમાં મહત્તમ હિસ્સો મેળવવા પર રહેશે. જેમાં ટાટા ગ્રૂપની કંપની ટાટા પાવર આ સરકારી યોજનામાં 1 બિલિયન ડોલરથી વધુની સંભાવના જોઈ રહી છે.

Tata Power believes in this solar business; Under PM Surya Ghar Yojana, the company will spend Rs. Looking for 10000 crores business.

Tata Power believes in this solar business; Under PM Surya Ghar Yojana, the company will spend Rs. Looking for 10000 crores business.

 News Continuous Bureau | Mumbai

PM Surya Ghar:  કેન્દ્ર સરકારે તાજેતરમાં એક કરોડ ઘરોની છત પર રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શરૂ કરી હતી. ટાટા ગ્રૂપની કંપની ટાટા પાવર ( Tata Power ) આ સરકારી યોજનામાં 1 બિલિયન ડોલરથી વધુની સંભાવના જોઈ રહી છે. કેન્દ્ર સરકારે આ યોજના માટે 75,021 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

ટાટા પાવરના એમડીએ મિડીયા રિપોર્ટ અનુસાર નિવેદન આપતા કહ્યું હતું કે, પીએમ સૂર્ય ઘર યોજના અમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકાર ( central government ) હાલ એક કરોડથી વધુ ઘરોમાં સોલાર પેનલ ( Solar panel ) લગાવવા માંગે છે. આવનારા 3 વર્ષમાં કંપનીનું ફોકસ આ સ્કીમમાં મહત્તમ હિસ્સો મેળવવા પર રહેશે. તેમણે કહ્યું કે આ સ્કીમથી બિઝનેસની નવી તકો ઊભી થશે. આ યોજના દેશમાં 25 થી 30 ગીગાવોટ સોલર મોડ્યુલની ( solar module )  માંગ ઉભી કરશે. આમાંથી ટાટા પાવર 5 થી 6 ગીગાવોટ સોલર મોડ્યુલ સપ્લાય કરવા માંગે છે. તેથી  20 પૈસા પ્રતિ વોટના દરે આ સ્કીમ 1 થી 1.2 બિલિયન ડોલર (લગભગ રૂ. 10 હજાર કરોડ)નો બિઝનેસ જનરેટ કરી શકે છે.

PM Surya Ghar:  સ્થાનિક સોલર મોડ્યુલ માર્કેટમાં ટાટા પાવરનો હિસ્સો લગભગ 13 ટકા છે..

મિડીયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક સોલર મોડ્યુલ માર્કેટમાં ટાટા પાવરનો હિસ્સો લગભગ 13 ટકા છે અમે તેને વધારીને કંપની હવે 20 ટકા કરવા માંગી રહી છે. આ માટે ટાટા પાવર ટૂંક સમયમાં જ તમિલનાડુના તિરુનેલવેલીમાં સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યા છીએ. આ પ્લાન્ટમાં લગભગ 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દર વર્ષે લગભગ 4 ગીગાવોટ ક્ષમતાના સોલાર સેલ અને મોડ્યુલનું ઉત્પાદન કરી શકશે. આ યુનિટ આ વર્ષથી સંપૂર્ણ રીતે કામ કરવાનું શરૂ કરશે. આ સાથે, ટાટા પાવરની સોલર મોડ્યુલ બનાવવાની કુલ ક્ષમતા 4.9 ગીગાવોટ થઈ જશે. આ પ્લાન્ટના આધારે ટાટા પાવર પીએમ સૂર્ય ઘર યોજનમાં પ્રગતિ થશે.

આ સમાચાર પણ વાંચો :  ASEAN: ASEAN-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ સંયુક્ત સમિતિની ચોથી બેઠક મળી

ટાટા પાવર કંપની દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતમાં જ સોલાર સેલ અને મોડ્યુલનું ઉત્પાદન કરશે. નોંધનીય છે કે, હાલમાં દેશમાં માત્ર એક કંપની પાસે 2 GW ક્ષમતાનો પ્લાન્ટ છે. આ ઉપરાંત આ જ ક્ષમતા સાથે બીજો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમાંથી એક પ્લાન્ટ રિન્યુ પાવરનો છે અને બીજો અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે.

 

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version