Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીના વધુ એક ડામ- હવે મીઠું પણ થશે મોંઘુ- આ કંપની ભાવ વધારવાની કરી રહી છે તૈયારી

News Continuous Bureau | Mumbai

મીઠું  ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ હવે મીઠું પણ મોંઘવારીનો ભોગ બની રહ્યું છે. મીઠું, જે રસોઈમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ગૃહિણીની રસોઈનો અભિન્ન અંગ છે, તેની કિંમત ટૂંક સમયમાં વધવા જઈ રહી છે. મીઠું ઉત્પાદક કંપનીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે દેશ કા નમક તરીકે ઓળખાતા ટાટા મીઠાની કિંમતમાં વધારો થશે.

Join Our WhatsApp Channel

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલો મુજબ, મીઠું બનાવતી દિગ્ગજ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ટાટા સોલ્ટની કિંમતમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સીઈઓ સુનિલ ડિસોઝાનું કહેવું છે કે મીઠા પર મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. પરિણામે અમારે ભાવ વધારવો પડે તેમ છે. મોંઘવારીમાં સતત વધારો થવાથી ટાટા સોલ્ટના માર્જિન પર અસર પડી રહી છે.  માર્જિનને જાળવી રાખવા માટે અમારે મીઠુંની કિંમત વધારવી પડશે.

આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

ટાટા સોલ્ટના સૌથી સસ્તા મીઠાના એક કિલોના પેકેટની કિંમત રૂ.25 છે. તે હવે વધીને રૂ. 28થી 30 થઇ શકે છે. જો કે કંપનીએ હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે કિંમતમાં કેટલો વધારો થશે.

મીઠાનો દર બે પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. ખારા અને ઊર્જા મીઠાની કિંમત નક્કી કરે છે. હાલમાં, ખારાના ભાવ સ્થિર છે. પરંતુ ઉર્જાનો દર વધ્યો છે. તેની અસર નફા પર પડી રહી છે. ડિસોઝાએ કહ્યું કે આ કારણે જ કંપનીએ ભાવવધારાની યોજના બનાવી છે.

 

Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Lemon Price Hike મોંઘવારીની ચોતરફી થપાટ શાકભાજી માર્કેટમાં લીંબુ લાલઘૂમ, અન્ય ખાદ્યચીજો મોંઘી થયા બાદ લીંબુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
Exit mobile version