ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
ટાટા ગ્રૂપની કંપની ટાટા સ્ટીલ માટે કામ કરતાં કર્મચારીઓ માટે પણ ખુશીના સમાચાર છે.
ટાટા ગ્રૂપની ટાટા સ્ટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પોતાના 32 હજાર કર્મચારીઓને ભેટ તરીકે બોનસ આપશે.
કંપનીના કર્મચારીઓને 270 કરોડ રૂપિયા જેટલી રકમ બોનસ રૂપે આપવાની છે જેમાં મિનિમમ બોનસ 34,920 રૂપિયા અને મેક્સિમમ બોનસ 3,59,029 રૂપિયા હશે.
ટાટા સ્ટીલ અને ટિસકો લેબર યુનિયન વચ્ચે બુધવારે વધુ એક કરાર પર સહી કરવામાં આવી હતી.
21 વર્ષમાં કંપનીના શેરમાં 2054 ગણો વધારો જોવા મળ્યો હતો. આ જ વર્ષે કંપનીના શેર્સમાં 133 % જેટલી તેજી જોવા મળી હતી. જ્યારે આ એક વર્ષમાં કંપની 246 ટકા જેટલી તેજી જોઈ ચૂકી છે.
ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, સેબીએ અદાણી વિલ્મ૨ આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
