Site icon

કાર ક્ષેત્રે આવી રહી છે ક્રાંતિ- ચાલતા ચાલતા જ ચાર્જ થશે આ ઇલેક્ટ્રિક કાર- કસ્ટમરને મળશે નવા મોડ અને શાનદાર ફીચર્સ

News Continuous Bureau | Mumbai

ટાટા મોટર્સે(Tata motors) તાજેતરમાં ટિયાગો(Tiago EV) હેચબેકનું ઇલેક્ટ્રિક વર્ઝન(Electric version car) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Tiago EV ભારતીય બજાર(Indian market)માં આગામી  28 સપ્ટેમ્બરે લોન્ચ થશે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર Tiago EVમાં મલ્ટી-મોડ રિજનરેટિવ બ્રેકિંગ, ક્રૂઝ કંટ્રોલ(cruise control) અને સ્પોર્ટ્સ મોડ(Sports Mode) જેવી ઘણા ફિચર્સ મળશે. આનાથી આવનારી કારના પરફોર્મન્સમાં સુધારો થશે અને કસ્ટમરને વધુ સારો એક્સપિરિયન્સ પણ મળશે. કિંમતના સંદર્ભમાં આગામી Tiago EV ટાટા મોટર્સ(Tata Motors)ની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર(Electric car) હોઈ શકે છે. એકવાર ફુલ ચાર્જ(Full charge) થયા બાદ આ કાર 306 કિમીનું અંતર કાપશે. અહીં તમે Tiago EV ના સંભવિત લક્ષણો જોઈ શકો છો.

સિંગલ ચાર્જ પર 306km રેન્જ

ઓટો વેબસાઈટ Autocar અનુસાર, XPres-Tની એન્ટ્રી-લેવલ મોટરનો ઉપયોગ Tiago EV માટે થઈ શકે છે. તે 21.3kWh બેટરી પેક સાથે 213 કિમીની રેન્જ મેળવશે. જોકે Tiago EV ના વિશિષ્ટતાઓ ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  અદ્ભૂત ઓફર- આ એરલાઇન કંપની 50 લાખ સીટ માટે ફ્રી ટિકિટ આપી રહી છે- 25 સપ્ટેમ્બર સુધી બુક કરાવી  શકાશે

આવનારી ઇલેક્ટ્રિક કારને Tigor EVની Ziptron પાવરટ્રેન હેઠળ પણ ઓફર કરવામાં આવી શકે છે. તેમાં 26kWh બેટરી પેક સાથે, આ કાર ફુલ ચાર્જ પર 306 કિમીની મુસાફરી કરશે.

રિજનરેટિવ બ્રેકિંગ ચાર્જ થશે

Tiago EV, ટાટા મોટર્સની ત્રીજી ઇલેક્ટ્રિક કાર, મલ્ટી-મોડ રિજનરેટિવ બ્રેકિંગ સુવિધા સાથે પ્રવેશ કરશે. ટાટાએ આ ફીચર સૌપ્રથમ Nexon EV Maxમાં આપ્યું છે. Tata Tigor EV માં આ સુવિધા નથી, પરંતુ કંપની તેને વધુ અપડેટ તરીકે સમાવી શકે છે. રિજનરેટિવ બ્રેકિંગ કસ્ટમરને ડ્રાઇવિંગ કરતી વખતે બેટરી રિચાર્જ કરવાની મંજૂરી આપે છે.

બુકિંગ 

ટાટા ટિગોર ઈવીમાં ક્રૂઝ કંટ્રોલ પણ એક ઉત્તમ ફીચર તરીકે ઉપલબ્ધ હશે. તે જ સમયે આગામી ઇલેક્ટ્રિક હેચબેક કારમાં સ્પોર્ટ્સ મોડ સાથે ડ્રાઇવ સિલેક્ટર ડાયલ પણ ઉપલબ્ધ હશે. Tata Tiago EVની ડિઝાઇન હાલની ઈંધણ આધારિત ટિયાગો જેવી જ હશે. જો કે, Tiago EV પણ અન્ય EVની જેમ બ્લુ એક્સેન્ટ મેળવી શકે છે. ટાટા મોટર્સના કેટલાક ડીલરોએ પણ બિનસત્તાવાર રીતે ટિયાગો EV માટે બુકિંગ લેવાનું શરૂ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ડીઆરઆઇનું ઓપરેશન ગોલ્ડ રશ – મુંબઈ પટના અને દિલ્હીમાંથી જપ્ત કર્યું અધધ આટલા કરોડનું 65-46 કિલો સોનું

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version