Site icon

8 લાખ રૂપિયા વાર્ષિક કમાવનારા ગરીબ તો 2.50 લાખની આવકવાળા પર ટેક્સ કેમ? જાણો સરકારનો જવાબ

ઓબીસી કે જનરલ કેટેગરીમાં જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય છે તેમને જ અનામતનો લાભ મળે છે. સરકાર આવા લોકોને ગરીબ માને છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 2.50 લાખ રૂપિયાથી થોડી વધુ કમાણી કરનારા લોકો ઈન્કમ ટેક્સ કેમ ભરે છે ?

tax

tax on the poor who earn 8 lakh rupees annually

News Continuous Bureau | Mumbai

Income Tax Rules: કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય અથવા OBC વર્ગ માટે, સરકારે વાર્ષિક આવક મર્યાદા 8 લાખ રૂપિયા નક્કી કરી છે, જેને ક્રીમી લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબીસી કે જનરલ કેટેગરીમાં જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય છે તેમને જ અનામતનો લાભ મળે છે. સરકાર આવા લોકોને ગરીબ માને છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 2.50 લાખ રૂપિયાથી થોડી વધુ કમાણી કરનારા લોકો ઈન્કમ ટેક્સ કેમ ભરે છે ? આ વાતનો પડઘો સંસદમાં સંભળાયો છે.

Join Our WhatsApp Community

8 લાખ કમાવનારા ગરીબ તો 2.50 લાખ પર ટેક્સ કેમ ?

આ ભેદભાવ અંગે સંસદમાં સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ પી ભટ્ટાચાર્યએ નાણામંત્રીને આ અંગે સવાલ કર્યો હતો કે, જ્યારે સરકાર 8 લાખ રૂપિયા કમાતા લોકોને ગરીબ માને છે, તો 2.50 લાખ રૂપિયા કમાતા લોકોને ટેક્સ ભરવાનું કેવી રીતે કહેવામાં આવે?

8 લાખ રૂપિયા છે પરિવારની વાર્ષિકની આવક!

આ પ્રશ્નનો જવાબ આપતાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે અનામતનો લાભ લેવા માટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા નક્કી કરી છે. 8 લાખ રૂપિયાની આ મર્યાદા તમામ સ્ત્રોતોમાંથી પરિવારના તમામ સભ્યોની વાર્ષિક આવકનો સમાવેશ કરીને બનાવવામાં આવે છે. જ્યારે આવકવેરા કાયદા હેઠળ, એક વ્યક્તિની આવક પર 2.50 લાખ રૂપિયાની મૂળભૂત આવકવેરા મુક્તિ મર્યાદા લાગુ પડે છે. તેમણે જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના પરિવારોની કુલ આવકમાં કૃષિમાંથી થતી આવકનો પણ સમાવેશ થાય છે. જ્યારે આવકવેરા કાયદામાં કૃષિ આવક પર કર મુક્તિ ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો:હવે પાપડ અને ભૂંગળા પર પણ ૧૮ ટકા જીએસટી આપવો પડશે

5 લાખ રૂપિયા સુધીના આવક પર ટેક્સ નહીં

નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ફાઈનેન્સ એક્ટ 2019 માં, ઈનકમ ટેક્સના સેક્શન 87A હેઠળ, 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને 100 ટકા કર મુક્તિ આપવામાં આવી છે. એટલે કે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે જેમની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તેઓ આવકવેરા કાયદા હેઠળ ઉપલબ્ધ પ્રોત્સાહનો અને કપાતનો લાભ લઈ શકે છે, જેથી તેઓ પોતાના પરનો ટેક્સનો બોજ ઘટાડી શકે.

8 લાખ રૂપિયા કમાવનારાઓને અનેક છૂટ મળે છે

પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વાર્ષિક 8 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર વ્યક્તિ ઈનકમ ટેક્સ કાયદા હેઠળ વિવિધ છૂટો લઈને તેના ટેક્સ બોજને ઘટાડી શકે છે. તેમણે જણાવ્યું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે આવક પર ઈનકમ ટેક્સ મુક્તિની મર્યાદા અને આર્થિક રીતે નબળા લોકોને નક્કી કરવા માટે નક્કી કરવામાં આવેલી આવક મર્યાદાની તુલના કરવી યોગ્ય નથી કારણ કે બંને નક્કી કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે અલગ છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version