Site icon

ટ્વીટર ડીલ બાદ હવે એલોન મસ્કની નજર માન્ચેસ્ટર યૂનાઈટેડ ખરીદવા પર- ચર્ચાનું બજાર ગરમ- જાણો શું છે હકીકત

News Continuous Bureau | Mumbai 

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ(World's richest man) ઈલોન મસ્કે(Elon Musk) મંગળવારના રોજ માઇક્રોબ્લોગિંગ સાઈટ (microblogging site) ટ્વિટર(Twitter) પર એક મોટી જાહેરાત કરી હતી. ટેસલા કંપનીના સીઈઓ(Tesla CEO) ઈલોન મસ્કે લખ્યું હતું કે, તેઓ ફૂટબોલ ક્લબ(Football Club) માન્સચેસ્ટર યુનાઈટેડ(Manchester United) ખરીદવા જઈ રહ્યા છે. પરંતુ 'અભી બોલા, અભી ફોક' માટે જાણીતા મસ્કે કલાકોમાં જ ફેરવી તોળતા સ્પષ્ટતા કરી હતી કે ટ્વીટર પર ઘણા સમયથી આ જોક ચાલી રહ્યો છે. હાલ તેમનો કોઈ સ્પોર્ટ્સ ટીમ(sports team) ખરીદવાનો પ્લાન નથી.

Join Our WhatsApp Community

જોકે આ પહેલી વાર નથી. આ પહેલા પણ ઈલોન મસ્ક આ પ્રકારની ઘણી જાહેરાતો ટ્વિટર પર કરી ચૂક્યા છે. ઘણીવાર તેમની ટ્વિટ સમજની બહાર હોય છે. માટે આ ટ્વિટ પરથી પણ ચોક્કસપણે કહી ના શકાય કે તેમણે ફૂટબોલ ક્લબ ખરીદવા માટે ડીલ કરી છે કે આ માત્ર તેમની ઈચ્છા છે. આ બાબતે સંસ્થા તરફથી અથવા તો ઈલોન મસ્ક તરફથી વધારાની કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર

ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમનું સંચાલન અમેરિકન ગ્લેઝર ફેમિલી(American Glaser Family) દ્વારા કરવામાં આવે છે બ્રિટિશ અખબાર(British newspaper) The Daily Mirrorએ એક વર્ષ પહેલા જ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો કે ગ્લેઝર ફેમિલી ક્લબ વેચવા માટે તૈયાર છે, પરંતુ જો તેમને 4 બિલિયન પાઉન્ડ મળશે તો જ ડીલ કરવામાં આવશે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version