Site icon

દેશમાં અબજોપતીની યાદીમાં ગુજરાતીઓનો દબદબો, દેશના ટોચના 10 ધનાઢ્યો માંથી આ ગુજરાતીઓ પાસે છે આટલા અબજ ડોલર.. જાણો વિગતે

Bloomberg Billionaires List 2023: Gautam Adani back among world's top 20 billionaires

વૈશ્વિક ધનિકોની યાદી : મુકેશ અંબાણી ફરી ઝકરબર્ગથી નીકળ્યા આગળ, તો ગૌતમ અદાણીએ પણ લગાવી મોટી છલાંગ, આ ક્રમે પહોંચ્યા…

 News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી વચ્ચે પણ ભારતના અબજોપતિની સંપત્તિમાં વધારો થયો છે સાથે જ ભારતમાં પાંચ વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેમાં ભારતમાં ટોચના 10 ધનાઢ્યોની યાદીમાં ચાર તો ગુજરાતીનો સમાવેશ થાય છે. 

Join Our WhatsApp Community

બુધવારે જાહેર થયેલા હુરુન M3M ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ ભારતમાં પાંચ વર્ષ પહેલા 2017માં અબજોપતિની સંખ્યા 100 હતી, તેની સામે 2022માં આ સંખ્યા વધીને 215 પર પહોંચી ગઈ છે. ભારતના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિ પાસે કુલ 361 અબજ ડોલર જેટલી સંપત્તિ છે. આમાથી 60 ટકાથી વધુની સંપત્તિ તો આ ચાર ગુજરાતીઓ પાસે જ છે.

આ સમાચાર પણ વાંચો : આ અબજપતિઓને પણ કમાણી માં પાછળ મૂકીને ગૌતમ અદાણી નીકળી ગયા આગળ. સંપત્તિમાં આવ્યો આટલા  બિલિયન ડોલરનો ઉછાળો. જાણો વિગતે

હુરુન M3M ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ ભારતના ટોચના 10 અમીરોમાંથી ચાર ગુજરાતીઓ છે, જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી , દિલીપ સંઘવી અને ઉદય કોટકનો સમાવેશ થાય છે, જેમની પાસે કુલ 218 અબજ ડોલર (અંદાજે 16.60 લાખ કરોડ)ની સંપત્તિ છે.
લિસ્ટ મુજબ ભારતના અબજોપતિઓમાં પહેલા અને બીજા સ્થાને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી છે. ભારતના ટોચના 10 બિલિયોનર્સના લિસ્ટમાં આવતા ચાર ગુજરાતી ઉદ્યોગપતિઓ સંપત્તિમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 100 ટકાથી લઈને 1830 ટકાનો વધારો થયો છે.

દસ વર્ષમાં ગૌતમ અદાણીની વેલ્થ સૌથી વધુ 1830 ટકા જેટલી વધી છે. જ્યારે દિલીપ સંઘવીની વેલ્થ બમણી થઈ છે. 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version