Site icon News Continuous Bureau | Mumbai

ગત આર્થિક વર્ષમાં જમીનના સોદા બમણા થઈ ગયા. મુંબઈ સૌથી મોખરે, જુઓ આખી લિસ્ટ અહીં.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફોર્મ દ્વારા મુખ્ય શહેરોમાં પડેલા જમીનના સોદા સંદર્ભે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટથી એ વાતનો અંદાજો આવે છે કે કયા ક્ષેત્રમાં જમીનની ડિમાન્ડ સૌથી વધુ છે.

These cities see most land deals, here is the list

These cities see most land deals, here is the list

  News Continuous Bureau | Mumbai

આર્થિક વર્ષ 2022-23માં દેશના અનેક મોટા શહેરોમાં જમીન સંદર્ભેના મોટા સોદાઓ પાર પડ્યા છે. જેનું કુલ ક્ષેત્રફળ 1,862 એકરથી વધુ જમીન ધરાવે છે. 267 એકરથી વધુના 25 સોદા સાથે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) આ યાદીમાં ટોચ પર છે.

Join Our WhatsApp Channel

ANAROCK પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, 2021-22માં સમગ્ર શહેરોમાં લગભગ 1,649 એકર જમીનના 44 સોદા જોવા મળ્યા હતા.

ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશના ટોચના સાત શહેરોમાં સૌથી વધુ જમીનના સોદા પડ્યા છે. આ સિવાય ટાયર ટુ અને થ્રી સિટીમાં પણ મોટા પાયે સોદા પડ્યા છે. ટોચના સાત શહેરોમાં કુલ ૭૬ સોદાઓ પાર પડ્યા છે. જ્યારે કે 11 સોદા ટાયર ટુ અને થ્રી સિટીમાં છે. મુખ્ય શહેરોમાં કુલ 1000 એકર જેટલી જમીન ખરીદવામાં આવી છે જ્યારે કે ટાયર ટુ અને થ્રી સિટીમાં 803 એકર જમીન ખરીદવામાં આવી છે.

19 MMR જમીનના સોદા છેલ્લા નાણાકીય વર્ષમાં રહેણાંક વિકાસ માટે હતા

ANAROCK પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ દ્વારા રવિવારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, MMR મોટા જમીન સોદાઓમાં ટોચનું સ્થાન ધરાવે છે જ્યારે 2022-23માં તમામ શહેરોમાં વેચાયેલા વિસ્તારમાં ચેન્નાઈ નંબર 1 હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં પોલીસ એક મહિનામાં 40,000 કેબ અને ઓટો ડ્રાઈવરોને દંડિત કર્યા.

 

Sharad Pawar on Tata Group Clash ટાટા સન્સ વિરુદ્ધ ટાટા ટ્રસ્ટ્સ વિવાદ પર શરદ પવાર ચિંતિત; મતભેદો ઉકેલવા આપી આ સલાહ..
TRAI Telecom Tariff Order મોંઘા ડેટા બંડલિંગમાંથી મુક્તિ! TRAI નો કડક આદેશ; Jio, Airtel અને Vi એ લાવવા પડશે સસ્તા વૉઇસઓન્લી રિચાર્જ પ્લાન
Vishakha Raut Supreme Court Relief વિશાખા રાઉતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; નગરસેવક પદની કાયદેસરતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો
Mumbai MACT Relief MACT કેસમાં ઐતિહાસિક સમાધાન; વીમા કંપની ચૂકવશે ₹૪.૨૫ કરોડ, પરિવાર વચ્ચે સધાઈ સંમતિ
Exit mobile version