Site icon

દિવાળી અને મંદી – દિવાળી આવી રહી છે અને મંદી એ માથું ઉચક્યું છે- આ બિઝનેસને નુકશાન થઇ શકે છે

News Continuous Bureau | Mumbai

પ્રોસેસિંગ હાઉસના માલિકો(Owners of processing houses ચિંતામાં મુકાયા છે આવનારા દિવસોમાં દિવાળીને(Diwali ગણતરીના દિવસો બાકી હોવા છતાં પ્રોસેસિંગ હાઉસોને નવા ઓર્ડરો મળી નથી રહ્યા અને કાપડ માર્કેટમાં(textile market પણ મંદી સ્પષ્ટ પણે દેખાય રહી છે.સુરતના(Surat કેટલાક પ્રોસેસિંગ યુનિટી(Processing Unit એક સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહ્યા  છે.તો કેટલાક પ્રોસેસિંગ હાઉસોમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે.દર વર્ષની તુલનામાં આ વર્ષે પુષ્કળ મંદીનો માહોલ સર્જાયો છે.

Join Our WhatsApp Community

 સિલ્ક સિટીના(Silk City નામથી જાણીતો સુરત શહેરના પ્રોસેસિંગ હાઉસના તથા જીઆઈડીસીના ડાઇન મિલના માલિકો (Owners of Dine Mills of GIDC)  ચિંતામાં મુકાયા છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.તો છતાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ કે ડાઇંગ મિલોમાં કોઈ તેજી જોવા મળી નથી રહી.દર વર્ષેની તુલનામાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મંદી જોવા મળી રહી છે.

દેશ ભરના અલગ અલગ રાજ્ય અને અન્ય શહેરોમાંથી વેપારીઓ કાપડની ખરીદી કરવા સુરત આવતા હોય છે.દિવાળીમાં વેપારીઓની ખરીદી બે થી ત્રણ મહિના પહેલા સરું થઈ જતી હોય છે.પ્રોસેસિંગ હાઉસમાં પણ વેપારીઓ દ્વારા નવા ઓર્ડરો આવતા હોય છે. ટેક્સટાઇલ કાપડ માર્કેટ કે પ્રોસેસિંગ હાઉસ 24 કલાક કામ ચાલતું હોય છે.પણ આ વર્ષે દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી હોવા છતાં.પણ પ્રોસેસિંગ હાઉસમાં કોઈ પણ પ્રકારની કામ કે તેજી નહિ હોવાથી  જીઆઇડીસી ડાઈંગ મિલના માલિકો ચિંતામાં મુકાયા.

પાંડેસરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલના કોપરેટીવ અધ્યક્ષ કમલ તુલસીયાન એ જણાવ્યું હતું કે દર વર્ષની તુલનામાં આ વર્ષે પ્રોસેસિંગ હાઉસ કે જીઆઈડીસી ડાઈન મીલમાં તેજી નથી અને મંદી પણ ન કેવાય. રાબેતા મુજબ  પ્રોસેસિંગ હાઉસનું કામ ચાલી રહ્યું છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા પ્રોસેસિંગ હાઉસના યુનિટો કે ડાઇંગ મિલમાં રાત દિવસ કામ ચાલતું હોય છે. 

પરંતુ આ ચાલુ વર્ષે પ્રોસેસિંગ હાઉસ કે ડાઇંગ મિલમાં દિવાળીને લઈ કોઈ નવા ઓર્ડરો આવી નથી રહ્યા.તમામ પ્રોસેસિંગ હાઉસોમાં રેગ્યુલર કામ ચાલી રહ્યું છે.દર વર્ષની તુલનામાં આ વર્ષે પ્રોસેસિંગ હાઉસમાં મંદી સ્પષ્ટ પણે દેખાઈ રહી છે કેટલાક યુનિટોમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે.તો કેટલાક યુનિટો તો એક સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહ્યા છે.

 દક્ષિણ ગુજરાત(South Gujarat ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયાએ જણાવ્યું હતું કે. છેલ્લા અઠવાડિયામાં મિલોમાં ગ્રે માલની આવક ઓછી થઈ ગઈ. જેના કારણે કેટલીક મિલો એક સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહિયા છે આવા સંજોગો જોતા દિવાળીમાં આવી રીતે વાતાવરણ રહેશે. તો દિવાળી પછી કેવું વાતાવરણ રહેશે એ પણ મોટો પ્રશ્ન છે. 

આ સમાચાર પણ વાંચો : 5 G નેટવર્ક ન મળતું હોય તો હોઈ શકે છે આ ત્રણ કારણો- જાણો સમગ્ર માહીતી

દર વર્ષે દિવાળીમાં બે કે ત્રણ દિવસની રજા રાખવામાં આવતી હતી તે હવે માર્કેટના વેપારીઓ પણ એક સપ્તાહની રજા રાખવાના છે અને વેકેશન કરવાનું નક્કી કર્યું છે. માર્કેટ બંધ રહેશે તો પ્રોસેસિંગ હાઉસ કે ડાઈંગ મિલોને રૂટિગમાં આવતા ચાર થી પાંચ તારીખ થઈ જશે. જેથી આ મહિનો પણ અને આવનારો મહિનો પણ ખરાબ જશે એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જે રીતના કોલસાના ભાવ અને ઈનપુટ કોસ્ટ વધ્યું છે એની હિસાબે જે બ્રેકીવિંગ કોસ્ટમાં(breaking coast વધારો થયો છે એની હિસાબે જો 5 દિવસ બંધ રહેશે.તો દરેક ઇન્ડસ્ટ્રીય આ મહિનો પણ લોસમાં રહેશે.

અને દિવાળી પછીના મહિનામાં પણ  લોસમાં રહેશે.દર વર્ષે દિવાળીમાં જે પ્રમાણે માર્કેટોમાં અને પ્રોસેસિંગ હાઉસમાં જે પ્રમાણે ઉત્સાહ હોવા જોઈએ તેઓ ઉષા નથી કારણકે દર વર્ષે દિવાળી પહેલા ડાઈંગ મિલો કે પ્રોસેસિંગ હાઉસમાં જી.ઇ.બી.નું  ટેંગરીંગ કે મેન્ટેનન્સમાં લઇ લેતા હોય છે કે બાકીના દિવસોમાં પાવર સરખો રહે.પણ દર વર્ષશે જે રીતે દિવાળીનું વાતાવરણ હોય તેની તુલનામાં આ વર્ષનું વાતાવરણ વિપરીત જોવા મળી રહ્યું છે.જેને લઇ પ્રોસેસિંગ હાઉસના માલિકો ચિંતામાં મુકાયા છે.

આ સમાચાર પણ વાંચો : Google Pixel Watch – શાનદાર ડિસ્પ્લે અને મલ્ટી હેલ્થ ફીચર્સ સાથે મળે છે ઘણું બધું- જાણો કિંમત

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version