Site icon

મંદી ક્યાં છે ભાઈ? મુંબઈ શહેરમાં સપ્ટેમ્બરમાં આટલાં હજાર ઘર વેચાયાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના મહામારીને પગલે દેશના અનેક ઉદ્યોગધંધાને આર્થિક ફટકો પડ્યો હતો. જોકે હવે ધીમે ધીમે આર્થિક મંદીમાંથી ઉદ્યોગધંધા બહાર આવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાની પહેલી લહેર દરમિયાન રિયલ એસ્ટેટમાં ભારે મંદી છવાયેલી જોવા મળી હતી. જોકે હવે છેલ્લા થોડ મહિનાથી રિયલ એસ્ટેટ વ્યવસાયમાં તેજી જોવા મળી રહી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઈમાં ઘરોનું રજિસ્ટ્રેશ 7,000 સુધી પહોંચી ગયું છે.

કોરોનાની બીકે લોકો ઘરની ખરીદી કરતાં સમયે મોટું ઘર, પ્રદૂષણમુક્ત વિસ્તાર જેવી બાબતોને ધ્યાનમાં રાખી રહ્યા છે. મુંબઈ  અને એના આજુબાજુના પરિસરમાં નવા ગૃહનિર્માણ પ્રોજેક્ટ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. ઘરની ખરીદી સતત વધી રહી છે. એમાંથી જ 21 સપ્ટેમ્બર સુધીમાં 6,000થી વધુ ઘરનું રજિસ્ટ્રેશન થયું છે. સપ્ટેમ્બર મહિનામાં હાલ પ્રતિ દિન સરેરાશ 300 ઘરનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. ઑગસ્ટ મહિનામાં આ સંખ્યા 225 હતી.

ભર્યો નથી પ્રૉપર્ટી ટૅક્સ એટલે લિલામ થશે હેલિકૉપ્ટર, પાલિકાનું કડક વલણ; જાણો વિગત

કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે પણ છેલ્લા એક દાયકામાં ચાલુ વર્ષમાં ઘરનું રજિસ્ટ્રેશન મોટા પ્રમાણમાં થયું હોવાનું જણાઈ આવ્યું છે. 2012માં 1,066 ઘરનું રજિસ્ટ્રેશન થયું હતું. 2013માં 4,116, 2014માં 4,781, 2015માં 4,087, 2016માં 4,429, 2017માં 5,714, 2018માં 5,913, 2019માં 4,032, 2020માં 5,597 અને 2021માં 6,021 ઘરનું રજિસ્ટ્રેશન થયું છે.

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version