Site icon

કો-ઓપરેટીવ બેંકના ડાયરેક્ટર બનવું છે- તો તમારે કરવું પડશે આ કામ- સરકારે આપ્યો આદેશ- જાણો વિગત

News Continuous Bureau|Mumbai. 

સહકારી પેઢીના ડાયરેક્ટર(director in co-operative bank ) બનવું હોય તો હવે સંબંધિત લોકોને સંસ્થામાં અમુક રકમ ફિક્સ ડિપોઝીટ (FD) તરીકે મુકવી ફરજીયાત રહેશે. પતપેઢીના કામકાજ સાથે કોઈ સંબંધ નહીં ધરાવતી વ્યક્તિઓ પણ પેઢીની ચૂંટણી(election)માં ઊભા રહીને જીતી જતા હોય છે. તેથી તેના પર નિયંત્રણ લાવવા માટે હવે કો-ઓપરેટીવ વિભાગે કમર કસી છે. તેથી હવેથી પતપેઢીઓમાં અમુક રકમ ફિક્સ ડિપોઝિટ(Fixed depoite) તરીકે મુકનારા સભ્યોને જ ચૂંટણી લડવા મળશે. તેનાથી રાજ્યની તમામ પતપેઢીઓ, કો-ઓપરેટીવ બેંકોને તેમના નિયમોમાં ફેરફાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં 18,000થી વધુ નાગરી અને ગ્રામીણ પેતપેઢીઓ હોઈ તેના લાખો સભ્યો છે. સંસ્થાના સંચાલક મંડળોની ચૂંટણી દર પાંચ વર્ષે થતી હોય છે. તે માટે અનેક ઉત્સાહીઓ મેદાનમાં ઉતરતા હોય છે. તેમાંથી અનેક ઉમેદવારોને સંસ્થાના કારભાર સાથે કંઈ નિસ્બત હોતી નથી. તેથી તેની અસર સંસ્થાના કામકાજને પડે છે. તેથી તેની નોંધ લઈને જે સભાસદોને સંસ્થામાં ફિક્સ ડિપોઝિટ છે, તેને જ ચૂંટણી લડવાની મંજૂરી આપવી એવો આદેશ કો-ઓપરેટીવ સંસ્થાને લીધો છે. તેમ જ તે રકમ સંબંધિત વ્યક્તિ જ્યાં સુધી ડાયરેકટર તરીકે હશે ત્યાં સુધી તે કાઢી શકશે નહીં.

 

Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.
Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Exit mobile version