Site icon

શું ફેસબુક-જીઓ દ્વારા ભારતમાં મોટું રોકાણ થવા જઈ રહ્યું છે? મુકેશ અંબાણી અને માર્ક ઝુકરબર્ગ આજે જનતા સાથે વાત કરશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

15 ડિસેમ્બર 2020 

ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવનાર બીજા નંબરનો દેશ છે. જેની 130 કરોડની વસ્તી, વિશ્વભરના રોકાણકારોને રોકાણ માટે આકર્ષી રહી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક મંગળવારે 15 ડિસેમ્બરના રોજ 'ફ્યુઅલ ફોર ઈન્ડિયા 2020' ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 'ભારતના આર્થિક વિકાસને વેગ આપવા માટે ડિજિટાઇઝેશન અને નાના ઉદ્યોગોની ભૂમિકા શું હશે?' પર વક્તવ્ય આપશે. 

ફેસબુકના મુખ્ય મહેસૂલ અધિકારી ડેવિડ ફિશરે આની માહિતી આપી કહ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ડિજિટલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ફેસબુકે મિશો અને યુનાકેડેમી જેવી કંપનીઓમાં લઘુમતી શેર ખરીદયા છે અને  ફેસબુક લાંબા સમય સુધી ભારતમાં રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. આ માટે, તે વ્યવસાયો માટે નવા નવા આઈડિયા આપવાનું ચાલુ રાખશે.. ડેવિડ ફિશરે જણાવ્યું કે, કંપનીએ ભારતમાં મોટું રોકાણ કર્યું છે અને કેટલાક અનોખા સોદા પણ કર્યા છે, જે વિશ્વમાં બીજા કોઈ દેશ સાથે કરવામાં આવ્યાં નથી. 

નોંધનીય છે કે, એપ્રિલમાં, ફેસબુકે જિઓમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ માટે, ફેસબુકને જિઓ પ્લેટફોર્મ્સમાં 9.9 ટકા હિસ્સો મળ્યો છે. 2014 પછી ફેસબુક માટે પણ આ સૌથી મોટી ડીલ છે. આમ જીઓ અને ફેસબુક મળી ને પોતાના ગ્રાહકો વધારવા વિવિધ આઈડિયા સાથે સામે આવી રહયાં છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version