Site icon

મોંઘવારીએ મૂકી માઝા, રસોડામાંથી સૂપ અને સલાડમાંથી ટામેટા ગાયબ; જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

પેટ્રોલ, ડીઝલ(petrol-diesel) તેમજ ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે, તેમાં હવે શાકભાજીના ભાવ (vegetable price)પણ સામાન્ય નાગરિકોના ખિસ્સાની બહાર જઈ રહ્યા છે. ગૃહિણીઓના કિચનમાંથી હવે ટામેટા(Tomato) ગાયબ થઈ રહ્યા છે. બજારમાં હાલ ટમેટા ભાવ 60થી લઈને 80 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. તો પોશ એરિયામાં(posh area) ટમેટા એનાથી પણ ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે. બજારના વેપારીઓનું માનીએ ટામેટાનો ભાવ 100 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે.

બજારમાં છેલ્લા 10 દિવસમાં ટામેટાના કિલોદીઠના ભાવમાં ધરખમ વધારો થયો છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ના વેપારીઓના કહેવા મુજબ આવનારા દિવસોમાં પણ સામાન્ય નાગરિકોને ટામેટાના ભાવમાં કોઈ રાહત મળવાની નથી. તેથી આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં હજી વધારો થવાની ભારોભાર શક્યતા છે. 

છેલ્લા 10 દિવસમાં ટામેટાંના છૂટક અને જથ્થાબંધ ભાવ ત્રણ ગણા વધી ગયા છે. હાલમાં, તે રૂ. 60 થી રૂ. 80 પ્રતિ કિલોના ભાવે છૂટકમાં વેચાઈ રહ્યા  છે. જ્યારે એપીએમસી(APMC market)માં પ્રીમિયમ ઊંચી ક્વોલિટીના ટામેટાનો ભાવ રૂ. 45 પ્રતિ કિલો છે.

આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપની ક્રિકેટ મેદાનમાં એન્ટ્રી, આ દેશમાં યોજાનારી T20 ક્રિકેટ લીગના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ ખરીદ્યાં; જાણો વિગતે 

એપીએમસીમાં શાકભાજી માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ, ખેડૂતો ચોમાસા પહેલા જૂના છોડને કાઢી નાખે છે અને સારી ઉપજ માટે નવેસરથી વાવેતર શરૂ કરે છે. દર વર્ષે આ સમયગાળા દરમિયાન પુરવઠામાં ઘટાડો થાય છે અને કિંમતો વધવા લાગે છે.

APMC વાશીના વેપારી બબન પિંગલે જણાવ્યા મુજબ ટામેટાનો નવો માલ બજારમાં આવતા સમય લાગવાનો છે. તેથી બજારમાં ટામેટાનો પાક ઓછો જ આવવાનો છે અને તેને કારણે ટામેટાના ભાવમાં હજી વધારો થવાની શક્યતા છે. 

હાલ એપીએમસી બજારમાં રોજના લગભગ 15 થી 17 ટામેટા ભરેલા ટેમ્પો બજારમાં આવી રહ્યા છે, જે સામાન્ય પુરવઠા કરતાં લગભગ 25 ટકા ઓછા છે. APMC પ્રશાસનના જણાવ્યા મુજબ પહેલી મેના રોજ, બજારમાં લગભગ 220 ટન ટામેટા આવ્યા હતા અને તે હવે લગભગ 25 થી 30 ટકાના ઘટાડા સાથે લગભગ 155 ટન પર આવી ગયા છે. 

અહીં ઉલ્લેખનીય છે કે નવી મુંબઈ સહિત મુંબઈને દરરોજ લગભગ 250 ટન ટામેટાંની જરૂર પડે છે અને મોટાભાગના ટામેટાનો માલ  નાશિક અને સાતારામાંથી આવે  છે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ નવેમ્બરમાં શહેરના ઘણા ભાગોમાં છૂટક કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી.
 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version