ભારતીયો માટે કિંમતી ધાતુ સોનું મૂડીરોકાણ માટે હંમેશા પસંદગીનું સ્રોત રહ્યુ છે જોકે સમય પરિવર્તનની સાથે સોનાનું સ્થાન હવે ક્રિપ્ટોકરન્સી લઇ રહી છે
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારતીયો દ્વારા મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં બમણું થયુ છે.
એક રિસર્ચ રિપોર્ટ મુજબ ક્રિપ્ટોકરન્સીમાં મૂડીરોકાણ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ ડોલરથી વધીને 40 અબજ ડોલરે પહોંચી ગયુ છે.
જો કે ભારતની મધ્યસ્થ બેંક ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા આકર્ષણથી ખુશ નથી અને તેના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.
