Site icon

શું હળદર મોંધી થશે? હળદર પરના પાંચ ટકા GST ને લઈ વેપારી વર્ગ નારાજઃ GST કાઉન્સિલના નિર્ણયને પડકારાશે વેપારીઓ

urmeric tricks start raining notes

urmeric tricks start raining notes

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

હળદર પર રહેલી પાંચ ટકા ગુડ્સ સર્વિસ એન્ડ ટેક્સ (GST)ને મહારાષ્ટ્ર એડવાન્સ રુલિંગ ટ્રીબ્યુનલે ઉચિત ગણાવતા ચુકાદા સામે વેપારીવર્ગે નારાજગી વ્યક્ત કરી છે. આ ચુકાદાને વેપારીઓએ પડકારવાનો નિર્ણય લીધો હોવાનું જણાઈ આવ્યું છે. GST કમિશનરના આ નિર્ણયથી જોકે આગામી સમયમાં હળદર હજી મોંધી થવાની શકયતા છે. કારણ કે પાંચ ટકા GSTનો બોજો વેપારી પર તો આવશે જ પણ અપ્રત્યક્ષ રીતે તે સામાન્ય નાગરિક પર પણ આવશે.

સાંગલીના હળદર વેપાર સાથે જોડાયેલા વેપારીઓના કહેવા મુજબ હળદર એ ખેતીજન્ય ઉત્પાદન છે, તેથી તેના પર GST લાગુ કરી શકાય નહીં. સાંગલીના હળદર બજારમાં દર વર્ષે કરોડો રૂપિયાની હળદરનો વેપાર થાય છે. GST કમિશનરના આ નિર્ણયથી સાંગલીના વેપારીઓ વધુ આક્રોશમાં છે.

સાંગલીના હળદરના અન્ય વેપારીના કહેવા મુજબ હળદર પર GST લાગુ કરવાના સંદર્ભમાં મહારાષ્ટ્ર એડવાન્સ રુલિંગ ટ્રીબ્યુનલે પાસે ફેબ્રુઆરી 2020માં અપીલ નાખવામાં આવી હતી. હળદરને સુકાવીને તેને પોલિશ કરીને બજારમાં લાવવામાં આવે છે. તેથી તે પ્રોસેસ પ્રોડ્કટ ગણાય છે એમ કહીને  તેના પર પાંચ ટકા GST લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ GST કમિશનરે હળદરના વેપારમાં દલાલો દ્વારા લેવામાં આવતા દલાલી પર પણ પાંચ ટકા GST રહેશે એવું પણ કહ્યું છે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ  કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ લલિત ગાંધીના જણાવ્યા મુજબ છેલ્લા થોડા વર્ષથી હળદર  ખેતીજન્ય માલ છે કે નહીં તેના પર વિવાદ ચાલી રહ્યો છે. તેથી હળદરને લઈ જે વિવાદ ચાલી રહ્યો હતો તેની સામે પીટીશન કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અગ્રિમ અધિનિર્ણય પ્રાધિકરણે હળદર  એ ખેતીજનક પદાર્થ હોવાનો નિર્ણય આપ્યા બાદ હળદર પર પાંચ ટકા GST લાગુ કરવામા આવ્યો હતો. હવે જોકે ટ્રીબ્યુનલે પણ તેના પર પાંચ ટકા GST રહેશે એવો નિર્ણય આપ્યો છે તેની અસર સાંગલીના હળદર બજારને, હળદર સાથે સંકળાયેલા વેપારી-દલાલોને થવાની છે. પણ સાથે જ છેવટે તેની અસર ગ્રાહકને થવાની છે. વેપારીઓને ટેક્સની રકમ તો છેવટે ગ્રાહકો પાસેથી જ વસૂલ કરવાની છે.

નવા વર્ષના પહેલા દિવસથી GSTમાં મળતી પાંચ ટકા પ્રોવિઝનલ ઈનપુટ ટૅક્સ ક્રેડિટ મળશે નહીં. જાણો કેમ?

કોર્ટે પ્રોસેસ કરેલા માલ-સામાન પર GST લાગુ કરી શકાય એમ કહ્યું છે પણ સાથે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ પર મામૂલી પ્રોસેસ કરે તો તેના પર GST લાગુ પડે નહીં. હળદરને ખેડૂતો સૂકવીને તેના પર પ્રોસેસ કરતા હોય છે. પરંતુ હળદર એ એગ્રીકલ્ચર પ્રોડ્કટ ગણાય છે.  છતાં ટ્રીબ્યુલને હળદર પર પાંચ ટકા GSTને રહેશે એવો ચુકાદો આપ્યો છે. તેથી વેપારી અને મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ  કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હળદર પરના પાંચ ટકા GSTને નિર્ણયને ચેલેન્જ કરવાની છે.

SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
India Exports: ટ્રમ્પના ટેરિફ થી વેપાર ની હાલત ખરાબ, ઓગસ્ટમાં નિકાસ 16.3% ઘટી, આ સેક્ટર પર સૌથી વધુ અસર
Exit mobile version