Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના આ વેપારી સંગઠને સરકારને આપી ચીમકી.. કહ્યું જો પ્રતિબંધ નહી ઉઠાવી લેવામાં આવે તો સરકારની વિરુદ્ધમાં આ પગલું ભરવામાં આવશે… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 13 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

લૉકડાઉન અને મુંબઈ મહાનગરપાલિકા તથા મહારાષ્ટ્ર સરકાર દ્વારા સતત થઈ રહેલી ઉપેક્ષાથી વેપારીઓ કંટાળી ગયા છે અને હવે તેઓએ પોતાનું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. વેપારીઓએ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે.

ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે બસ સ્ટોપ પર લોકોની લાઈન હવે એટલી લાંબી થઇ કે રેલવે પ્રીમાઇસીસ માં પહોંચી. જુઓ ફોટો..

ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ મિતેશ મોદીના જણાવ્યા પ્રમાણે રિટેલરો, હોલસેલરો તથા નાના-મોટા ધંધા કરનારા તમામ વેપારી વર્ગની હાલત ખરાબ છે. લાંબા સમયથી સરકારને રાહત આપવાની માગણી કરી રહ્યા છે, પરંતુ અમારી માગણી પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. આવી હાલતમાં હવે વેપારી આલમ પાસે એક જ ઉપાય છે, ચૂંટણીનો બહિષ્કાર. એટલુ જ નહીં પણ જે પૉલિટિકલ પાર્ટી હવે વેપારીઓના સમર્થનમાં આવશે એને જ વેપારીઓ પણ સાથ આપશે.

વેપારીઓ જો નક્કી કરી લેશે તો પછી સરકારે વિચારવાનું રહેશે. ભૂતકાળમાં લોકલ બૉડી ટૅક્સ( LBT) સમયે વેપારીઓને રંજાડનારી સરકારની શું હાલત થઈ હતી, એ સૌ કોઈ જાણે છે. એથી સરકાર ફરીથી વેપારીઓને મજબૂર ના કરે. વેપારીઓના અસ્તિત્વ સામે જોખમ આવી ગયું છે, હવે સરકાર જો કોઈ નિર્ણય નહીં લેશે તો તેમના પણ અસ્તિત્વ સામે જોખમ આવી શકે છે એવી ચેતવણી વેપારીઓએ સરકારને આપી હોવાનું કહેવાય છે.

RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
UPI Transactions Drop MDR Impact ૧૫ ઑક્ટોબર પહેલાં જ UPI પર સંકટના વાદળો? ટ્રાન્ઝેક્શનમાં ૧.૮% નો ઘટાડો જાણો MDR ચાર્જનો અસલ પ્રભાવ
India US Trade Deal ભારતયુએસ ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ? પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં ફરી થઈ શકે છે સીધી વાતચીત
No UPI Day Traders Protest આજે ખિસ્સામાં રોકડા રાખજો! વેપારીઓનો ‘નો UPI ડે’, બંધ રહેશે ઓનલાઇન પેમેન્ટ…
Exit mobile version