Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! નાગદેવીના વેપારીઓના આ ઍસોસિયેશનની અનોખી પહેલ, સ્ટાફની સાથે જ હાથગાડી ખેંચનારાઓને પણ અપાવશે વેક્સિન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈના નાગદેવી વિસ્તારમાં જુદાં-જુદાં પાંચ વેપારી ઍસોસિયેશનની બનેલી નાગદેવી ઍક્શન કમિટીએ વેપારીઓને ત્યાં કામ કરનારા સ્ટાફથી લઈને માલની હેરફેર કરનારા હાથગાડીચાલકોને પણ મફતમાં વેક્સિન અપાવવાનો નિર્ણય લીધો છે.

કોરોનાને નિયંત્રણમાં લાવવા વેક્સિનેશન પર સરકાર ભાર આપી રહી છે, પરંતુ સરકારી અને પાલિકાની હૉસ્પિટલમાં વેક્સિન ઉપલ્બધ નથી, તો ખાનગી હૉસ્પિટલમાં મળતી મોંઘી વેક્સિન દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી, ત્યારે નાગદેવી ઍક્શન કમિટીનો નિર્ણય વખાણવા લાયક છે.

નાગદેવી ઍક્શન કમિટીના વાઇસ ચૅરમૅન તુષાર શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે મોટા ભાગના વેપારીઓએ તો કોવિડની વેક્સિન લઈ લીધી છે, પરંતુ તેમને ત્યાં કામ કરનારા કર્મચારી, માલસામાનની હેરફેર કરનારા કર્મચારીઓ, હાથગાડી ચલાવનારા જેવા સામાન્ય માણસો માટે મોંઘી વેક્સિન ખરીદવી શકય નથી. એથી નાગદેવી ઍક્શન કમિટીના નેજા હેઠળ જે લોકો વેક્સિન લઈ શક્યા નથી તેવા વેપારીઓ સહિત અન્ય લોકોને પણ વેક્સિન આપવાના છીએ. મુંબઈ મહાનગરપાલિકાને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. બહુ જલદી તેમની પાસેથી મંજૂરી મળવાની સાથે જ અમે વેક્સિનેશન ઝુંબેશ અમલમાં મૂકીશું.

આને કહેવાય માણસાઈ : વેપારધંધા ઠપ્પ, છતાં મહારાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદે દોડ્યા વેપારીઓ, ધ ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશનની મદદની અપીલ કરી ગઈ કામ, સેંકડો વેપારીઓએ કર્યું દાન; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે પાંચ ઍસોસિયેશન મળીને નાગદેવી ઍક્શન કમિટી બની છે, જેમાં ધ ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશન, ધ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ સ્ટોર મર્ચન્ટ્સ ઍસોસિયેશન,  ધ બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ ઍસોસિયેશન, ધ મહારાષ્ટ્ર બેલ્ટ ઍન્ડ હોસીસ ટ્રેડર્સ ઍસોસિયેશન અને ધ બૉમ્બે બોલ્ટ્સ-નટ્સ મર્ચન્ટ્સ ઍસોસિયેશનનો સમાવેશ થાય છે.

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version