Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં વેપારીઓની સરકારને જગાડવાની કવાયત : કલેક્ટર ઑફિસ બહાર વેપારીઓનાં જોરદાર વિરોધ પ્રદર્શન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની વેપારીઓ સતત માગણી કરી રહ્યા છે. તેમની માગણી તરફ સતત દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. એથી વેપારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ગુરુવારે સવારે હવે તો સરકાર જાગે, પોતાની આંખો ખોલેએવા હૉર્ડિંગ્સ સાથે થાણેમાં કલેક્ટર ઑફિસની બહાર મોટી સંખ્યામાં થાણેના વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.

અગાઉ લૉકડાઉનને કારણે રહેલા પ્રતિબંધો અને હવે સાંજે ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની સમયમર્યાદાને કારણે વેપારધંધો ઠપ્પ થઈ ગયો છે. વેપારીઓ આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે. સરકાર વેપારીઓને સાંભળતી નથી એવી વેપારીઓએ ફરિયાદ પણ કરી હતી.

કલેક્ટર ઑફિસ બહાર વિરોધ પ્રદર્શન કરનારા વેપારીઓના કહેવા મુજબ સતત લાદવામાં આવેલા લૉકડાઉન અને સાંજે ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની આપેલી મંજૂરીને કારણે વેપાર ઠપ્પ થઈ ગયો છે, પરંતુ ઈ-કૉમર્સ કંપનીઓને ઘી-કેળાં થઈ ગયાં છે. વેપારીઓ બરબાદ થઈ ગયા છે, સરકાર ક્યારે જાગશે. લોકોની નોકરી, વેપારધંધો છીનવાઈ રહ્યાં છે. એથી દુકાનો ખુલ્લી રાખવાની સમયમર્યાદા દૂર કરો એવી માગણી પણ વેપારીઓએ હૉર્ડિંગ્સ દ્વારા કરી હતી.

31 ઑગસ્ટ નજીક આવતાં દેશભરના ઝવેરીઓની ચિંતા વધી ગઈ; જાણો કેમ?

આ વિરોધ પ્રદર્શનમાં નવપાડા વેપારી વેલ્ફેર ઍસોસિયેશન, સુભાષપથ વેપારી મંડળમહાગિરિ માર્કેટ વેપારી મંડળ, કલવા વેપારી મંડળ, કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ , અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘ જેવાં જુદાં-જુદાં ઍસોસિયેશન સાથે જોડાયેલા વેપારીઓ જોડાયા હતા.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Reliance 10 Rupee Ice Cream કેમ્પા કોલા પછી રિલાયન્સે ₹૧૦માં લોન્ચ કરી નવી આઈસ્ક્રીમ, મોટી ડેરી બ્રાન્ડ્સમાં મચી ગઈ દોડધામ!
Sugar Stock Limit કેન્દ્ર સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી, આ તારીખથી લાગુ થશે નવો નિયમ
Subhash Chandra NCLT Case સુભાષ ચંદ્રાનો કાનૂની સંઘર્ષ 10 વર્ષમાં અનેક કેસ ઉકેલ્યા, પણ NCLTમાં મામલો પેન્ડિંગ; જાણો ક્યાં ફસાયો પેચ..
Exit mobile version